સુપ્રીમ કોર્ટ તરફથી વર્ષ 2019 ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું છે.આ વર્ષમાં ઘણા એવા મામલામાં સુપ્રીમ કોર્ટે ફેસલા સંભળાવ્યા છે જેણે ઇતિહાસ રચી દીધો.ઘણા વર્ષોથી કાયદાકીય માંચડે ચઢેલા અયોધ્યા વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે આ વર્ષે ફેંસલો સંભળાવ્યો છે.
તો આવો જાણીએ વર્ષ 2019 માં સુપ્રીમ કોર્ટે કયા કયા ઐતિહાસિક નિર્ણય આપ્યા.
અયોધ્યા વિવાદ ઉપર આપ્યો અંતિમ નિર્ણય
ઘણા વર્ષોથી લંબિત અયોધ્યા વિવાદ ઉપર ચીફ જસ્ટિસ રંજન ગોગઈ ની અધ્યક્ષતા માં ૪૦ દિવસ સુધી સતત સુનાવણી ચાલી.ગોગઈ સહિત ચાર અન્ય જોજો ની સંવિધાનિક પીઠે ઐતિહાસિક નિર્ણય સંભળાવતા કહ્યું કે વિવાદીત જગ્યા પર રામ લલ્લા ને 2.77 એકર નો માલિકીનો હક આપ્યો. સરકારી ટ્રસ્ટને મંદિર બનાવવાનો પણ આદેશ આપ્યો. સાથે જ રાજ્ય સરકાર ને મુસ્લિમ પક્ષને મસ્જિદનું નિર્માણ માટે પાંચ એકર જમીન આપવા માટે કહ્યું. કોર્ટમાં આ મામલે પુનર્વિચાર માટે કુલ ૧૮ યાચિકા દાખલ થઇ હતી. પાંચ જજોની પીઠે આ તમામ યાચિકા ને નકારતા કહ્યું હવે આ મામલે બીજીવાર કોઈ સુનાવણી નહીં થાય. અંતમાં આ વિવાદને કાયમ માટે પૂરો કરી દીધો.
રાફેલ મામલે મળી કેન્દ્ર સરકારને લીલીઝંડી
મોદી સરકાર દ્વારા ફ્રાન્સથી લડાકુ વિમાન રાફેલ ખરીદવામાં આવ્યા. આ દિલમાં ભ્રષ્ટાચાર હોવાની આશંકા કરતા વકીલ પ્રશાંત ભૂષણ, પૂર્વ મંત્રી યશવંત સિંહા અને અરુણ શૌરી શહીદ અન્ય લોકોએ આ મામલે ભ્રષ્ટાચારની તપાસ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી. આ મામલાની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ ની અધ્યક્ષતાવાળી બેન્ચે કરી. બેન્ચે રાફેલ મામલે ઉપર દાખલ કરવામાં આવેલી યાચિકા ને મૂળથી કાઢી નાખતા આ સોદાને સંપૂર્ણ રીતે સાચો કહ્યો.સાથે જ બેંચ એ દિલ ની પ્રક્રિયા માં થયેલી ગડબડીને લઈ ને કરવામાં આવેલી દલીલોને પણ ખારીજ કરી. કોર્ટે આ મામલે ભવિષ્યમાં કોઇ પણ પ્રકારની સુનાવણી ને બિનજરૂરી જણાવી.
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ પર વિરામ લાગ્યો
દર્શકો થી સાથે રહેલી બીજેપી અને શિવસેના વચ્ચે મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા માટેની ચાહના એ તિરાડ ઊભી કરી. ઉતાવળમાં ને ઉતાવળમાં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ વિશે સીએમ પદના શપથ પણ ગ્રહણ કરી લીધા. જ્યારે વિપક્ષી પાર્ટી એ બીજેપી ની પાસે જરૂરી ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો. સાથે જ આપ સંપૂર્ણ પ્રક્રિયા ને અસંવૈધાનિક કરાર દેતા ઉચ્ચતમ ન્યાયાલય ના દરવાજા ખખડાવ્યા. હોટેલ વિપક્ષને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટેના આદેશ આપ્યા. સાથે જ કોર્ટે આદેશ કર્યો કે બહુ મસ્ત સાબિત કરવાની પ્રક્રિયા નું લાઇવ પ્રસારણ થવું જોઈએ. આ રીતે કોર્ટે પોતાની નિર્ણાયક ભૂમિકા નિર્વહન કરી એક મોટો ફેંસલો આપ્યો.
શબરીમાલા મંદિર પર અદા કરી નિર્ણાયક ભૂમિકા, અંતિમ નિર્ણય આવવાનો બાકી
સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ ને રોકવા માટે વર્ષ 2006માં રાજ્યના યંગ લોયર એસોસિએશન એ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી. આ મામલે સુનાવણી દર વર્ષે કથળતી ગઈ. હકીકતમાં મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ ને લઈને બંને પક્ષો પાસે પોતાના અલગ-અલગ તર્ક છે. એક નું માનવું છે કે અનુમતિ મળવી જોઈએ તો બીજો પક્ષ તેના વિરોધમાં છે. હાલમાં તો કોર્ટે બંને પક્ષોની ભાવનાઓને ગંભીરતાથી લેતા આ મામલાને સાથ જજોની પીઠ ને સોંપી દીધો છે. જેના પર અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.નિર્ણય આવે ત્યાં સુધી દરેક ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની અનુમતિ આપવામાં આવી છે.
આરટીઆઇના દાયરામાં હશે ન્યાયધીશ નું કાર્યાલય
પાંચ જજોની પીછે ન્યાયપાલિકામાં પારદર્શિતા અને જરૂરી માનતા નાઈસ દેશના કાર્યાલયને આર.ટી.આઈ એક્ટ ના દાયરામાં લાવવાનો ફેંસલો સંભળાવ્યો. આ દરમિયાન કોર્ટે વર્ષ ૨૦૧૦ ના દિલ્હી હાઇકોર્ટના ફેંસલાને સાચો ઠેરવ્યો.જેમાં કોર્ટે કહ્યું હતું કે મુખ્ય ન્યાયાધીશ નું કાર્યાલય આર.ટી.આઈ એક્ટ ના દાયરા માં હોવું જોઈએ. મુખ્ય ન્યાયાધીશે પારદર્શિતા ના નામ પર કોઈપણ પ્રકારના દુરુપયોગને પણ ખોટો જણાવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.