હોસ્ટેલમાંથી રાજાના દિવસો વિતાવવા ઘરે આવેલી દીકરીને પોતાના જ પિતાએ પીંખી નાંખી

સમગ્ર દેશમાં રેપની ઘટનાના વિરોધમાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. છતાં બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી રેપની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. દેશમાં હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવા તો દિવસ. મોટાભાગની ઘટનાઓમાં સગીર યુવતી ઉપર નરાધમો રેપની ઘટનાને અંજામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સળગાવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે.

વડોદરામાં પાદરા તાલુકાના એક ગામમાં પિતાએ હેવાનયતની તમામ હદો વટાવીને બદતર કામ કર્યું છે. ધો.૯માં અભ્યાસ કરતી પોતાની જ સગી પુત્રી પર પિતાએ દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. શિવરાત્રીની રજામાં પાંચ દિવસ હૉસ્ટેલથી ઘરે આવેલી પુત્રી પર સગા પિતાએ જ નજર બગાડી હતી. 14 વર્ષની સગીર પુત્રી સાથે પિતાએ દુષ્કર્મ આચર્યુ છે. હેવાન બનેલા પિતાએ અનેકવાર બળજબરીપૂર્વક દીકરીને પીંખી નાંખી હતી. પુત્રીને વારંવાર ધમકી આપતો કે, ‘તુ કોઈને જાણ કરીશ તો હું દવા પી મરી જઈશ’ની ધમકી આપતો હતો. પીડિતાએ પિતાના કરતૂતોની ફોઈને જાણ કરતા સમગ્ર પ્રકરણ પાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. પાદરા પોલીસે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી હવસખોર પિતાની ધરપકડ કરી હતી.

પાદરામાં ધો.૯માં અભ્યાસ કરતી કિશોરી શિવરાત્રીના તહેવારમાં રજાઓ ગાળવા પોતાના ઘરે આવી હતી. ૧૨ વર્ષ અગાઉ માતા-પિતાના છુટાછેડા થયાં બાદ પુત્રી પિતા સાથે રહેતી હતી. કિશોરી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. ગત ૨૪મીએ બપોરે ઘરમાં આરામ કરતી પુત્રી પર પિતાએ નજર બગાડી હતી. પિતાએ પુત્રી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. હલકું કૃત્ય બહાર ન આવે માટે પિતાએ દવા પી આપઘાત કરવાની ધમકી આપીને પુત્રીનું મોઢું બંધ કરાવ્યું હતું. ત્યારબાદ પિતાએ પુત્રીને ભજિયા ખાવાનું કહ્યું હતું.

પ્રતિકારાત્મક તસ્વીર

એક છાત્રાલયમાં અભ્યાસ કરતી 14 વર્ષીય કિશોરી શિવરાત્રી પર્વની રજાઓ માણવા પોતાના ઘરે ગઈ હતી. ચાર દિવસની શાળાની રજાઓ દરમિયાન તે પોતાના ઘરે હતી, જે દરમિયાન કિશોરીની તબિયત સારી ન હોવાથી તે પોતાના ઘરે વધુ દિવસ રહી હતી. પરંતુ રજાઓ માણવા ઘરે રહેલી પોતાની જ પુત્રી પર પોતાના પિતાની નજર બગડી હતી અને પુત્રી સાથે નરાધમ પિતા અડપલાં કરવા લાગ્યો હતો. આગળના રૂમમાં સૂતેલી પુત્રીની પાસે રાત્રિ દરમિયાન પિતા તેના રૂમમાં પહોંચ્યો હતો અને તેને ઘસેડીને તેના રૂમમાં લઈ આવ્યો હતો. ત્યાર બાદ પોતાની જ પુત્રીના કપડાં ઉતારી નગ્ન અવસ્થામાં પુત્રી સાથે ચેડા કરવા લાગ્યો અને તેની સાથે નરાધમ પિતાએ દુષ્કર્મ આચર્યું હતું.

પિતાએ આચરેલ દુષ્કર્મને લઈ પુત્રી પોતાના પરિવારજનોને જાણ ન કરવાનું કહેતા હેવાન પિતાએ પુત્રીને ધમકી આપવા લાગ્યો હતો. પિતાએ દીકરીને ધમકી આપી કે, જો તું કોઈ ને કહી દઈશ તો દવા પી જઈશ અને હું મરી જઈશ એમ ધમકી આપી હતી. એટલું જ નહીં પરંતુ હેવાન બનેલા આ પિતાએ અનેક વાર પોતાની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું છે. પોતાની શાળામાંથી ઘરે રજાઓ માનવા માટે આવતી પુત્રી સાથે પોતાના પિતાએ દુષ્કર્મ આચર્યું હતું.

પ્રતિકારાત્મક તસ્વીર

ગઈકાલે ઘરે આવેલા ફોઇને પીડિતાએ સમગ્ર હકિકત જણાવતા હડકંપ મચ્યો હતો. એક વર્ષ અગાઉ પણ પિતાએ રજાઓમાં ઘરે આવેલી પુત્રી પર બળજબરી દુષ્કર્મ આચર્યું હતું. પિતાએ ધમકી આપતા જે તે સમયે પણ પુત્રીએ આ વાત છુપાવી રાખી હતી. આખરે પાપનો ઘડો ફૂટતા પિતાના કરતૂતોનો પર્દાફાશ થયો હતો. સમગ્ર ઘટનાને લઈ ચકચાર મચી જવા પામ્યો હતો અને ફરિયાદના આધારે પાદરા પોલીસે નરાધમ પિતાની ગણતરીના કલાક માં જ ધરપકડ કરી લીધી હતી અને જેલ ભેગો કર્યો હતો.પોલીસે પિતાની વધુ પુછપરછ માટે રિમાન્ડની તજવીજ હાથધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *