વાયરલ(Viral): સોશિયલ મીડિયા પર અવારનવાર એકથી એક ચડિયાતા સ્ટંટમેન(Stunt video)ના વિડીયો(Viral video) સામે આવતા હોય છે અને કેટલાક સ્ટંટમાં તો સ્ટંટમેન મોતના મુખમાંથી પાછા આવી જાય તેવા ખતરનાક હોય છે. સોશિયલ મીડિયા(Social media) પર આવા ઘણા વિડીયો જોઈ શકાય છે, જેમાં સ્ટંટ કરવા જતા ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. કેટલાક લોકો શો ઓફમાં એવા ભયંકર સ્ટંટ કરે છે કે એવું લાગે છે કે તેઓ મોત સાથે મજાક કરી રહ્યા હોય. કેટલાક વિડીયો જોયા પછી લોકોના રુવાડા બેઠા થઇ જાય છે. ત્યારે આવો જ એક સ્ટંટ કરતા કરતા ઉંધા માથે જમીન પર પડી જાય છે તેવો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, જે વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો કે, આ પ્રકારનો સ્ટંટ કરવાની જરૂર શું હતી?
इतना रिस्की स्टंट भी नहीं करना था…#Trending #TrendingNow #viral pic.twitter.com/6NOJfbvBXH
— Narendra Singh (@NarendraNeer007) January 19, 2023
આજના સમયમાં યુવાનોના માથે સ્ટંટનું ભૂત સવાર છે જેના કારણે ઘણી વખત તેની સાથે સાથે અન્ય લોકો પણ અકસ્માતનો ભોગ બને છે. મોટાભાગના લોકો બાઇક પર સ્ટંટ કરતા જોવા મળે છે, જે આજકાલ એકદમ સામાન્ય બાબત થઇ ગઈ છે. હાલમાં આવો જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં વ્યક્તિ એક ટાયર વાળી બાઇક પર ઉભા રહીને સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. આવા સ્ટંટ ઘણા ખતરનાક સાબિત થઈ શકે છે. આ પ્રકારના સ્ટંટ કરવા જોઈએ નહી અને પોતાને તેમજ અન્ય લોકોને પણ સુરક્ષિત રાખવા જોઈએ.
વિડીયોમાં વ્યક્તિ એક ટાયર વાળી બાઇક ચલાવતો જોઈ શકાય છે જેમાં આગળનું ટાયર નથી. વિડીયોમાં, વ્યક્તિ જોખમી રીતે બાઇકને નિયંત્રિત કરે છે અને એક પછી એક સ્ટંટ કરે છે, જેનાથી જોનાર સૌ કોઈ અચંભિત થઈ જાય છે. વિડીયોના અંતમાં જેવો વ્યક્તિ બાઇક પર બેસીને બેલેન્સ કરવાનો પ્રયાસ કરે છે. તે જ સમયે, તે બાઇક પરથી વધારે પડતી સ્પીડને કારણે સંતુલન ગુમાવે છે અને બાઈક પરથી વ્યક્તિ ઉંધા માથે નીચે જમીન પર પટકાય છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @NarendraNeer007 એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને જોનારાને પણ પરસેવો છૂટી ગયો છે. આ વિડીયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘ઇતના જોખમી સ્ટંટ ભી નહીં કરના થા.’
સોશીયલ મીડિયાની આ દુનિયામાં અનેક વિડીયો વાયરલ થતા રહેતા હોય છે અને આ વિડીયોને ઘણા લોકો શેર પણ કરતા હોય છે. પરંતુ આ પ્રકારના સ્ટંટના વિડીયોને આપણે અનુસરણ કરવું ના જોઈએ નહિતર આપણા અને અન્ય લોકો માટે પણ ખતરારૂપ સાબિત થઇ શકે છે, સાથે જ જીવ જોખમમાં મુકાઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.