PM ગતિશક્તિ કાર્યક્રમ અંતર્ગત કેવડિયા ખાતે G20 પ્રદર્શનીનો કરાયો શુભારંભ

G20 Exhibition kicks off at Kevadia: ભારત દેશને એકસૂત્રમાં જોડનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં કેવડિયા ફર્ન હોટેલ એકતાનગર ખાતે વસુધૈવ કુટુંબકમની થીમ સાથે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવ (લોજિસ્ટિક્સ) સુમિતા ડાવરા, સચિવ રાજેશ કુમાર સિંહ, સચિવ સુનિલ બર્થવાલ તેમજ CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલ અને મેનેજિંગ ડિરેક્ટર, હિટાચી હાઇ-રેલ પાવરના ચેરમેન દર્શન શાહ સહિતના ડેલીગેટ્સ દ્વારા રીબીન કાપીને G-20 પ્રદર્શનીનો શુભારંભ કરાયો હતો.(G20 Exhibition kicks off at Kevadia)

આ પ્રસંગે યોજાયેલ એક્ઝિબિશનમાં ઉદ્યોગ મંત્રાલય હેઠળ PM ગતિશક્તિ (નેશનલ માસ્ટર પ્લાન ફોર મલ્ટી મોડલ કનેક્ટિવિટી) સહિત વિવિધ મિનિસ્ટ્રીઓની સિદ્ધિઓ-કામગીરીઓ અંગે પ્રદર્શની ઉભી કરવામાં આવી હતી. જ્યાં વિવિધ દેશોના ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા, અને વિવિધ મંત્રાલયોના પ્રદર્શનીને રસપૂર્વ નિહાળી હતી. ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી પણ ડેલીગેટ્સને વિવિધ પ્રોજેક્ટ્સની જાણકારી મળી રહે તેવી સુવિધા ઉભી કરવામાં આવી હતી.

ઉપરાંત, આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી પ્રસંગે મિલેટ્સ સ્ટોલ, ભારતમાં ઉત્પાદિત વિવિધ પ્રકારની ચા-કોફી, મરી-મસાલાના ઉત્પાદનોની વિગતોથી વાકેફ થયા હતા. આ પ્રસંગે નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા-સલામતીની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ત્યાર બાદ હોટેલ ફર્ન ખાતેથી ડેલીગેટ્સ બસ મારફતે એકતાનગર-કેવડિયા ટેન્ટ સીટી-૧ ખાતે સેમિનાર સ્થળે ‘ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ સેમિનારમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા.

આ સેમિનારને દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવ  સુમિતા ડાવરા, સચિવ રાજેશ કુમાર સિંહ, સચિવ સુનિલ બર્થવાલે વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને ચાવીરૂપ પ્રવચન આપ્યું હતું, અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન-મિશનને બિરદાવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના સ્વપ્ન અને ભારત દેશની વિવિધ ક્ષેત્રની ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રગતિ ફિલ્મ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

તજજ્ઞ-વક્તાઓને CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલ અને મેનેજિંગ ડિરેક્ટર, હિટાચી હાઇ-રેલ પાવરના ચેરમેન દર્શન શાહ દ્વારા મોમેન્ટો આપી સ્વાગત સત્કાર કરી આભાર દર્શન કરવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ દેશોના ડેલીગેટ્સ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને ગુજરાતની મહેમાનગતિ માણી રહ્યા છે. ડેલીગેટ્સ ગુજરાત સહિત એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં ઉભું કરવામાં આવેલ પ્રવાસન સ્થળથી પ્રભાવિત થઈ આદિજાતિના વૈવિધ્યસભર કલા-સંસ્કૃતિથી વાકેફ થયા હતા. અને વરસતા વરસાદની સિઝનનો લ્હાવો મેળવી ચારેય બાજુ હરિયાળી વનરાજી અને નર્મદા નદીના પ્રાકૃતિક સૌંદર્યનો નઝારો માણ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *