સોસિયલ મીડિયા પર અવારનવાર કેટલીક જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ કઈક આવી જ આશ્વર્યકારક જાણકારી સામે આવી છે. હિન્દુ ધર્મમાં લગ્ન કર્યા પછી એક સુહાગણ સ્ત્રીના જીવનમાં સિંદૂર, ચાંદલો, મહેંદી જેવી વસ્તુઓ ખૂબ અગત્યતા ધરાવતા હોય છે.
આ તમામ વસ્તુઓ એક સુહાગણ મહિલાના સુહાગનું પ્રતીક હોય છે. મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે સોળે શણગાર સજીને વ્રત કરતી હોય છે પણ એક સમુદાય એવો પણ છે કે, જ્યાંની સ્ત્રીઓ પતિના જીવિત હોવા છતાં દર વર્ષે થોડા સમય માટે વિધવાઓની જેમ રહે છે.
આ સમુદાયનું નામ ‘ગછવાહા સમુદાય’ છે. આ સમુદાયની મહિલાઓ ખુબ લાંબા સમયથી આ રિવાજનું પાલન કરતી આવી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, અહીંની મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમરની કામના કરવા દર વર્ષે વિધવાઓની જેમ રહે છે.
તાડી ઉતારવાનું કામ કરે છે પતિ:
ગછવાહા સમુદાયના લોકો મુખ્યત્વે પૂર્વી ઉત્તર પ્રદેશમાં રહેતા હોય છે જેથી ત્યાના પુરુષો વર્ષના 5 મહિના સુધી ઝાડ પરથી તાડી ઉતારવાનું કામ કરતા હોય છે. આની સાથે જ તે સમયે જે મહિલાઓના પતિ ઝાડ પરથી તાડી ઉતારે છે તે મહિલાઓ વિધવાઓની જેમ રહે છે. તેઓ ન સિંદૂર લગાવે છે કે ન તો ચાંદલો કરે છે. મહિલાઓ કોઈપણ પ્રકારનો શણગાર કરતી નથી.
કુળદેવીને અર્પણ કરે છે શણગારનો સામાન:
ગછવાહા સમુદાયમાં તરકુલહા દેવી કુળદેવીના રૂપમાં પૂજાય છે. જે સમયે પુરુષ તાડી ઉતારવાનું કામ કરે ત્યારે તેમની પત્નીઓ પોતાનો શણગાર દેવીના મંદિરમાં મુકે છે. હકીકતમાં જે ઝાડ પરથી તાડી ઉતારાય છે તે ખૂબ જ ઉંચી હોય છે તેમજ થોડી પણ ચુક વ્યક્તિના મોતનું કારણ બની શકે છે જેથી મહિલાઓ કુળદેવીને પોતાના પતિની લાંબી ઉંમરની કામના કરવા માટે શણગાર તેમના મંદિરમાં મુકી દે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.