વડોદરા(ગુજરાત): દેશભરમાં આજે ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ધાર્મિક માન્યતા અનુસાર, ગણેશજીનો જન્મ ભાદરવા સુદ ચોથના રોજ મધ્યકાળમાં સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્નમાં થયો હતો. આથી આ ચતુર્થી ગણેશચતુર્થી કે વિનાયકચતુર્થી કહેવામાં આવે છે. અ ઉપરાંત, આજના શુભ દિવસે ભગવાન ગણેશની સ્થાપના સાથે ગણેશોત્સવ પર્વની શરૂઆત થાય છે જે 10 દિવસ સુધી ચાલે છે. 10માં દિવસે અનંત ચૌદશના દિવસે ગણેશોત્સવનું સમાપન થાય છે. આપણે શુભ મુહૂર્ત જોઈને ઢોલ-નગારા સાથે ભારે ઉત્સાહપૂર્વક ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ. ત્યારે વડોદરામાં ગણેશ ઉત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. વડોદરાના મૂર્તિકાર દક્ષેશ જાંગીડએ યુનિક અને અલગ-અલગ થીમ પર ગણેશજીની મૂર્તિ બનાવી છે.
કલાકાર દક્ષેશ જાંગીડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અભિનેતા સોનું સુદ સાથે ગણેશજીની મૂર્તિ બનાવી છે. નરેન્દ્ર મોદી અને સોનું સુદને વેક્સિન અને ઓક્સિજન બોટલ સાથે દર્શાવ્યા છે. આમ, કોરોના સંક્રમણની કામગીરીને કલાકારે મૂર્તિના સ્વરૂપે બિરદાવી છે.
આ ઉપરાંત, તેમણે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીતનારા નિરજ ચોપડા સાથે પણ ગણેશજીની મૂર્તિ બનાવી છે.
કોરોનામાં ઘરે ક્વોરનટાઈન થયેલા ગણેશજી બારીમાંથી બહારનો નજરો જોતા હોય તેવી ગણેશજીની મૂર્તિ પણ બનાવી છે.
ઉપરાંત, સોખડા મંદિરના હરી પ્રસાદ સ્વામીજી સાથે પણ ગણેશજીની મૂર્તિ અદભૂત લાગે છે.
ગણેશ ખેડૂત બની હળ ચલાવતા હોય તેવી પણ મૂર્તિ બનાવી છે.
ગણેશજી કોરોના વેક્સિન લઈને આવ્યા હોય તેવી ડિઝાઈન કરી છે. આમ, અવનવી થીમ આધારિત મૂર્તિ લેવા ગણેશ ભક્તોમાં ક્રેઝ જોવા મળ્યો છે. ગણેશ ભક્તો દ્વારા સરકારનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.