હાલના સમયમાં લોકોની પ્રગતી તો થઈ રહી છે પરંતુ લોકોમાં પ્રદુષણ ફેલાવાનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે દેશની રાજધાની દિલ્હી પ્રેરણારૂપ બની છે. હાલમાં એક ખુબ આનંદનાં સમાચાર સામે આવ્યા છે. સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિલ્હીને ગ્રીન સિટી બનાવવા માટે એક નવી શરૂઆત કરવામાં આવી છે.
અહીં 23 જાન્યુઆરીનાં રોજ નઝફગઢ ઝોનમાં ગાર્બેજ કેફે લોન્ચ કરવામાં આવ્યું છે. આ રેસ્ટોરાંન્ટમાં પ્લાસ્ટિક વેસ્ટ આપવા પર મફતમાં ભરપેટ ભોજન મળી રહ્યું છે. આ વેન્ચર અંતર્ગત કોઈપણ વ્યક્તિ વોટર બોટલ, કોલ્ડ ડ્રિન્ક્સની બોટલ, પ્લાસ્ટિક કેન વગેરેનો 1 કિલો પ્લાસ્ટિક વેસ્ટ આપે છે તો તેને મફતમાં ભોજન મળશે.
આ રીતે બીજા ગાર્બેજ કેફે દિલ્હીના સાઉથ, સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોનમાં પણ શરૂ કરવામાં આવ્યા છે. ડિફેન્સ કોલોનીમાં નાથુ સ્વીટ્સ નજીક મહાપૌર અનામિકા દ્વારા ગાર્બેજ કેફે લોન્ચ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, અહીં ચલાવવામાં આવતા સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત ગાર્બેજ કેફેનો વિચાર આવ્યો હતો.
સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના સાઉથ ઝોનમાં કુલ 12 કેફે, સેન્ટ્રલ ઝોનમાં કુલ 10 તથા વેસ્ટ ઝોનમાં 1 કેફે લોન્ચ કરવામાં આવ્યું છે. નઝફગઢ ઝોનના ડેપ્યુટી કમિશ્નર રાધા કૃષ્ણના જણાવ્યા મુજબ, આ મુહિમથી ન ફક્ત શહેર સ્વચ્છ રહેશે બલકે જરૂરિયાતમંદોને મફતમાં ભોજન પણ મળી રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle