દિલ્હીમાં હિંસા: ભાજપના સાંસદે જ પોતાના નેતા સામે કાર્યવાહી કરવા કરી માંગ, તો કેજરીવાલ એ કહ્યું…

છેલ્લા ૪૮ કલાકથી દિલ્હીમાં ભડકેલી હિંસા મામલે ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે મહત્વનું નિવેદન આપ્યું છે. ગૌતમ ગંભીરે ભાજપના જ નેતા કપિલ મિશ્રા પર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ગૌતમ ગંભીરે હિંસા મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે દિલ્હીની હિંસા પાછળ જે લોકો જવાબદાર છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ. પછી તે ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કેમ ન હોય. જો કોઇ નેતાએ ભડકાઉ ભાષણ આપ્યું હોય તો તેની સામે પગલાં ભરવા જોઇએ.

૪૮ કલાકથી દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા પર કાબૂ મેળવવા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે અમિત સજજ સાથેની બેઠક બાદ પોતાના ધારાસભ્યો સાથે ઇમરજન્સી બેઠક યોજી હતી. અરવિંદ કેજરીવાલે તેમના નિવાસસ્થાને હિંસાગ્રસ્ત વિસ્તારોના ધારાસભ્યોની મહત્વની બેઠક યોજી. આ બેઠકમાં ધારાસભ્યો ઉપરાંત દિલ્હી સરકારના મુખ્ય સચિવ તેમજ ગૃહ સચિવ પણ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં હિંસા બાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. તેમજ હિંસા પર કાબૂ મેળવવાના પ્રયાસો મુદ્દે ચર્ચા થઇ.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી તમામ દિલ્હીવાસીઓને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. કેજરીવાલે જણાવ્યું કે હિંસામાં જેમના પણ મોત નિપજ્યા છે તેઓ આપણા લોકો છે. આ સ્થિતિ સારી નથી. હિંસામાં સૌ કોઇનું નુકસાન છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં બહારના લોકો આવી રહ્યા છે આથી બોર્ડરને સીલ કરવાની જરૂર છે. એસડીએમને પણ કહેવાયું છે કે પોલીસની સાથે મળી શાંતિ રેલી યોજવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *