ભારતનો GDP 6 વર્ષના તળિયે, નરેન્દ્ર મોદીના વાયદાઓ થયા ફોક

દેશનો આર્થિક વૃદ્ધિદર ચાલુ વર્ષના પહેલા ૩ માસમાં જ ધીમો પડી ગયો છે. આજે વૃદ્ધિદર 5 ટકા છે. 1 વર્ષ પહેલા ત્રણ માસિક આર્થિક વૃદ્ધિ…

દેશનો આર્થિક વૃદ્ધિદર ચાલુ વર્ષના પહેલા ૩ માસમાં જ ધીમો પડી ગયો છે. આજે વૃદ્ધિદર 5 ટકા છે. 1 વર્ષ પહેલા ત્રણ માસિક આર્થિક વૃદ્ધિ દર 8 ટકા હતો. સરકારી આંકડા મુજબ જીડીપી વર્ષ ૨૦૧૯ ના પહેલા ૩ માસમાં 5.8 ટકાથી ઘટીને 5 ટકા થઈ ગયો છે. છેલ્લા છ વર્ષમાં આ સ્તર સૌથી નીચલો છે. તમને જણાવી દઈએ કે આર્થિક વૃદ્ધિ દર ઘટવો એ કમજોર ઘરેલું માંગ અને નબળા રોકાણ નો માહોલ દર્શાવે છે.

આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ત્રણ મહિનામાં સૌથી સુસ્ત ઝડપ છે. આશરે 7 વર્ષ પહેલા યુપીએ સરકારમાં કોઇ એક ત્રણ મહિનામાં જીડીપીના આંકડા આ સ્તર પર પહોચ્યા હતા. નાણાકીય વર્ષ 2012-13ના પ્રથમ ત્રણ મહિનામાં જીડીપીના આંકડા 4.9 ટકાના નીચલા સ્તર પર હતો. મહત્વપૂર્ણ છે કે RBIએ નાણાકીય વર્ષ 2019-20 માટે ભારતની જીડીપીનું અનુમાન ઘટીને 6.9 ટકા કર્યો છે. પહેલા ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી 7 ટકા રહેવાનું અનુમાન રાખવામાં આવ્યુ હતું.

આ આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે વિશ્વભરની રેટિંગ એજન્સીઓ ભારતના જીડીપીનું અનુમાન ઘટાડી રહી છે. તાજેતરમાં ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડે ભારતના વાર્ષિક જીડીપી ગ્રોથનું અનુમાન પણ 7.3 ટકાથી ઘટીને 6.7 ટકા કરી દીધુ છે. એજન્સીનું માનવુ છે કે કમી, ચોમાસાના વરસાદની અપેક્ષાથી ઓછુ, મેન્યુફેક્ચરિંગમાં કમી વગેરેને કારણે સતત ત્રીજા વર્ષે અર્થવ્યવસ્થા નબળી રહી છે.

ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીએ વર્ષ 2019 માટે ભારતનો જીડીપી ગ્રોથ 6.2 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. આ પહેલા જાપાનની બ્રોકરેજ કંપની નોમુરાએ જણાવ્યુ હતું કે સર્વિસ સેક્ટરમાં સુસ્તી, ઓછા રોકાણમાં પડતીને કારણે ભારતની જીડીપી નબળી થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *