રિટાયરમેન્ટ બાદ સ્કૂલથી હેલિકોપ્ટર દ્વારા સીધી ઘરના દરવાજે એન્ટ્રી કરશે આ શિક્ષક

હેવાય છે કે શોખ મોટી વસ્તુ છે. આવો જ એક શોખ પુરો કરવા માટે રાજસ્થાનમાં એક સ્કૂલના સરકારી ટીચરે અનોખી તૈયારી કરી છે. હકીકતે તે…

હેવાય છે કે શોખ મોટી વસ્તુ છે. આવો જ એક શોખ પુરો કરવા માટે રાજસ્થાનમાં એક સ્કૂલના સરકારી ટીચરે અનોખી તૈયારી કરી છે. હકીકતે તે કાલે એટલે કે શનિવારે રિટાયર થઈ રહ્યા છે અને તે ઈચ્છે છે કે રિટાયરમેન્ટ બાદ સ્કૂલથી ઘરે હેલિકોપ્ટરમાં જાય. તેના માટે તેમણે હેલિકોપ્ટર પણ બુક કરાવી લીધુ છે.

રાજસ્થાનના સરકારી સ્કૂલમાં કામ કરનાર એક ટીચરે રિટાયરમેન્ટની અનોખી રીત શોધી લીધી છે. તેમની ચાહત છે કે સ્કૂલના છેલ્લા દિવસે તે વિદાઈ હેલિકોપ્ટરમાં બેસીને લે અને સ્કૂલથી સીધા હેલિકોપ્ટરમાં બેસીને ઘરના દરવાજાની બહાર ઉતરે.

આ કિસ્સો રાજસ્થાનના અલવર જિલ્લાનો છે જ્યાં લક્ષ્‍મણગઠના મલાવરી ગામના ટીચર રમેશ ચંદ્ર મીણા 31 ઓગસ્ટે રિટાયર થઈ રહ્યા છે અને રિટાયરમેન્ટના દિવસે ઘરે જવા માટે તેમને હેલિકોપ્ટર બુક કરાવ્યું છે.

લગ્નમાં હેલિકોપ્ટર બુક કરાવવું સામાન્ય બાબત હોય છે. પરંતુ આ પહેલો મામલો હશે જ્યારે કોઈ ટીચર પોતાના રિટાયરમેન્ટના દિવસે ઘરે જવા માટે હેલિકોપ્ટર બુક કરાવ્યુ હોય.

રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય ચૌરઈમાં સામાજિક વિજ્ઞાનના ટીચર મીણાનું ઘર સ્કૂલથી 22 કિલોમીટર દૂર છે અને તે 22 કિલોમીટરની યાત્રા હેલિકોપ્ટરથી કરવા ઈચ્છે છે. મીણાએ તેના માટે 370000 ખર્ચ કર્યા છે. હેલિકોપ્ટર દિલ્હીથી બપોરે 1 વાગે ઉડાન ભરશે અને સીધા સોરાઈ સ્કૂલના કંપાઉન્ડમાં ઉતરશે.

મીણા આ હેલિકોપ્ટરમાં પોતાની પત્નીને બેસાડવા માંગે છે. માટે તેમની પત્નીને પણ તેમણે રિટાયરમેન્ટ સમયે સ્કૂલમાં બોલાવ્યા છે. મીણાનો એક દિકરો ટીચર છે અને બીજો એફસીઆઈમાં ક્વોલિટી ઈસ્પેક્ટર છે. શિક્ષકે તે માટે જિલ્લા કલેક્ટર સહિત પોલીસ પ્રશાસનની પરમિશન લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *