તમે મોટા મોલ અને બગીચાઓમાં દોરડા પર લટકી ને ઊંચી છલાંગો મારતા લોકોને જોયા હશે. પરંતુ એક ઘટના એવી પણ બની છે જેમાં 330 ફૂટ ઊંચેથી એક વ્યક્તિ બંગી જમ્પિંગ નું દોરડું બાંધીને કૂદ્યો તો ખરો પરંતુ આ દોરડા સાથે તે ઉપર જવાને બદલે સીધો નીચે ખાબક્યો/ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉપરથી કુદકો લગાવીને વ્યક્તિ કુદરતે દેખાઈ રહ્યો છે. આગળ શું થયું તે જુઓ વીડિયોમાં…
પોલેન્ડના એક થીમ પાર્કમાં રવિવારની સાંજે એક વ્યક્તિ 330 ફૂટ ઉંચાઇ વાળી ક્રેન માંથી દોરડું પગ સાથે બાંધીને નીચે કુદે છે અને અધવચ્ચે પહોંચતા જ આ દોરડું તૂટી જાય છે. આ ઘટનાના સમગ્ર વિડિયો મોબાઇલમાં રેકોર્ડ થઈ ગયો અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. સ્થાનિક અખબારમાં છપાયેલી ખબર અનુસાર પોલીસ ઓફિસર ક્રિઝીયઝટોફ કુસ્મિયરઝીક એ જણાવ્યું કે, આ વ્યક્તિને દેખીતી રીતે કોઈ ઇજાઓ થઇ નથી પરંતુ તે શરીરના અંદરના અવયવો માં નુકસાન થયું હોઈ શકે છે જેના લીધે તે પીડાઈ રહ્યો હતો અને બની શકે કે તેનું હાડકું પણ તૂટી ગયું હોય.
આ વ્યક્તિને તાબડતોડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને રિપોર્ટ અનુસાર આ વ્યક્તિને સારવાર હેઠળ રાખ્યા બાદ જલ્દીથી રિકવરી મળી ગઈ હતી અને હોસ્પિટલમાંથી રજા પણ આપી દીધી હતી. આ રાઈડ ના સંચાલક બંગડી ક્લબ કંપનીએ દાવો કર્યો છે કે આ વ્યક્તિને સામાન્ય ઇજાઓ થઇ હતી અને હોસ્પિટલે તેને રજા પણ આપી દીધી હતી અને તે પોતાના પગે ચાલીને ઘરે ગયો હતો તેને માત્ર બે કલાકમાં જ હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી.
આ ઘટના માં વ્યક્તિના બચી જવા પાછળનું એકમાત્ર કારણ હતું અને સલામતીની યોગ્ય સુવિધા. આપણા દેશમાં આવી સુવિધાઓ બાબતે હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે તાજેતરમાં જ અમદાવાદમાં એક દુર્ઘટના સર્જાઈ હતી.