ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી તારીખ 14 અને 15 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ(Heavy rain) ૫ડવાની સંભાવના હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ગયા છે જયારે અનેક જગ્યાએ પુર જેવી સ્થિતિ સર્જાય છે.
ત્યારે આ બધાની વચ્ચે ગીરસોમનાથમાં ભારે વરસાદના કારણે આજે પણ રેડએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ બાજુ ભારે વરસાદ અને રેડએલર્ટ વચ્ચે દરિયો ગાંડો થયો છે. અરબી સમુદ્રમાં કરંટ સાથે ઉંચા મોજા ઉછાળી રહ્યા છે. આ બાદ હવે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ રેડએલર્ટને કારણે શૈક્ષણિક કાર્ય 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેથી શાળા, સ્કૂલ, કોલેજો, ITI સહિતના શૈક્ષણિક કાર્ય આગામી 2 દિવસ સુધી બંધ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 15 જુલાઇએ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેમજ આવતીકાલે ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો બુધવાર મોડી રાત્રે અમદાવાદ-ગાંધીનગર સહિત આજુબાજુના વિસ્તારોમાં મોડી રાત્રે હળવાથી મધ્ય વરસાદી ઝાંપટાઓ યથાવત રહ્યા છે. રાહતની વાત તો એ છે કે, ગુજરાતમાં ચાલુ સિઝનનો 65 % કરતા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.
અમે તમને જણાવી દઈએ કે, ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે.
જાણો આજે ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગની આગાહી અનુસાર, તારીખ 14ના રોજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી તેમજ કચ્છ જિલ્લામાં તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે.
15 જુલાઇના રોજ વરસાદની આગાહી:
આ સાથે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, 15 જુલાઇએ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.