કોવિડ-19 મહામારીને લઇને ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક બોર્ડએ વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય લેવાયો છે. ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9થી ધોરણ-12નાં અભ્યાસક્રમમાં 30 %નો ઘટાડો કરવામાં આવ્યો છે. પરીક્ષા પદ્ધતિમાં પણ ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડનાં નિર્ણય અનુસાર ધો.-9,10,11 તેમજ 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધીને 30 % કરવામાં આવ્યું છે. જે પહેલા 20 % હતું.
ધો. -12 સાયન્સમાં પહેલાની જેમ જ પ્રશ્નપત્રોમાં 50 % MCQ તેમજ 50 % વર્ણનાત્મક પ્રકારનાં પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખ્યું છે. ધો.-9થી ધો.-12માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારનાં પ્રશ્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપશે.
આ ફેરફાર મુજબ ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડએ ધો.-10 તેમજ ધો.-12નાં મુખ્ય 40 વિષયોનાં પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાનાં પ્રશ્નપત્રો તજજ્ઞોએ તૈયાર કરવામાં આવેલ છે. આ બધા ફેરફાર વિશેની જાણ રાજ્યનાં શિક્ષણાધિકારીઓને કરી છે. ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ આ વિગતો મૂકી છે.
હાલ કોવિડ-19ની સ્થિતિને લીધે ફક્ત એક વર્ષ સુધી જ આ નિયમ લાગુ પાડવામાં આવશે. માત્ર એટલું જ નહીં, ધો.-10 તેમજ 12 વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપશે. જો કે સ્કૂલો ક્યારે ચાલુ થશે તે બાબતે હાલ સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યા નથી.
કોવિડ-19 મહામારી વચ્ચે સરકારે ધોરણ 10 તેમજ 12ની પરીક્ષા મે માસમાં યોજવાનું તેમજ ધોરણ 9 તેમજ ધોરણ 11ની પરીક્ષા જૂન માસમાં લેવાનું નક્કી કર્યું છે. 21મેથી ધોરણ 10 તેમજ 12ની પરીક્ષા ચાલુ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle