કાળજા કેરો કટકો, મારો હાથથી છૂટી ગયો… માતા-પિતાની નજર સામે જીવતી સળગી ચાર વર્ષની દીકરી

પંજાબના ફિરોઝપુર (Ferozepur) જિલ્લામાં એક ચાલતી સ્વિફ્ટ કાર (Swift car) માં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 4 વર્ષની માસૂમ બાળકી જીવતી સળગી ગઈ હતી. કારની આગળની સીટ પર બેઠેલી માસૂમ તરનવીર કારમાંથી બહાર નીકળી શકી ન હતી.

કારનો દરવાજો જામ થઈ જતાં તનવીર કારમાં જીવતી સળગી ગઈ હતી. તેના માતા-પિતાની સામે, તરનવીર આગની જ્વાળાઓમાં ચીસો પાડતી રહી, ઘણા લોકોએ માસૂમને બચાવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ બાળકીને બચાવી શકાઈ નહીં.

જણવામાં આવી રહ્યું છે કે, કાલેર કલાન જિલ્લા ફરિદકોટના રહેવાસી ગુરજીત સિંહ પોતાની પત્ની, ત્રણ દીકરીઓ અને એક પુત્ર સાથે સ્વિફ્ટ કારમાં ધર્મકોટ જઈ રહ્યા હતા. અચાનક કારમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. કારને રોડની બાજુમાં પાર્ક કરી, ગુરજીત સિંહે ખામી જોવે તે પહેલા  જ કારમાં અચાનક આગ લાગી ગઈ.

આગ લાગ્યા બાદ પત્ની પુત્રી અને પુત્ર સાથે કારમાંથી બહાર આવી હતી, પરંતુ આગળની સીટ પર બેઠેલી તનવીરને બહાર કાઢી શકી ન હતી. ઘટનાની માહિતી મળતાં જ તલવંડીભાઈના SHO શિમલા અને અન્ય પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

જણવામાં રહ્યું છે કે, લોકોની મદદથી આગને કાબુમાં લેવામાં આવી હતી, પરંતુ આગ ઓલવાઈ ત્યાં સુધીમાં બાળકી રાખ થઈ ગઈ હતી. બાળકીનું હાડપિંજર પોલીસે કબજે કરી લીધું છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. આ અકસ્માત બાદ આસપાસના વિસ્તારો અને કાલેર કલાણ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *