અગમ્ય કારણોસર અમદાવાદના ઓવરબ્રિજ પરથી યુવતીએ માર્યો કૂદકો- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ના CTM ઓવરબ્રિજ(CTM Overbridge) પરથી એક યુવતીએ કોઈ કારણસર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાને નજીકમાં રહેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી…

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ના CTM ઓવરબ્રિજ(CTM Overbridge) પરથી એક યુવતીએ કોઈ કારણસર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાને નજીકમાં રહેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો છે. પરંતુ એ યુવતી કોઈ અગમ્ય કારણસર બ્રિજ ઉપરથી કૂદવાનો પ્રયાસ કરી રહી હતી અને ત્યારે યુવતીને નીચેથી લોકો તેને બચાવવા માટે જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા. પરંતુ કોઈ તેને બચાવે તે અગાઉ જ તેણે બ્રિજ પરથી કૂદકો મારી દીધો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર પોલીસ પણ દોડી હતી. જ્યારે એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચતાં યુવતીને પગમાં ફ્રેક્ચર થયું હતું અને તાત્કાલિક સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલમાં આ અંગેનો વિડીઓ પણ વાયરલ(Viral video) થઇ રહ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બપોરના 2:45 વાગ્યાની આજુબાજુ 108 એમ્બ્યુલન્સને જાણ થઈ હતી કે, કોઈ યુવતીએ CTM ઓવરબ્રિજ પરથી નીચે ઝંપલાવ્યું હતું અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે યુવતીના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેના શરીરમાંથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું. જ્યારે એના બંને પગે ખૂબ ગંભીર ઇજા થતાં તેને સ્ટ્રેચરમાં મૂકવામાં આવી હતી. જોકે, તેની સ્થિતિ નાજુક લાગતા તેની તાત્કાલિક સારવાર કરી યુવતી એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

સમગ્ર ઘટનાને લઈને હાલમાં યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પછી તેણે કયા કારણસર બ્રીજ પરથી ઝંપલાવ્યું છે તે જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, સ્થાનિક પોલીસ દ્વારા પણ યુવતીનું આ કરવા પાછળનું કારણ જાણવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવતી જ્યારે બ્રિજ ઉપરથી કૂદી ત્યારે તેના કૂદવા સમયનો વિડીયો નજીકમાં રહેલા લોકોએ રેકોર્ડ કરી લીધો હતો. આ વિડીયો અત્યંત જ ચોકાવનારો છે. જે વિડીયોમાં આજુબાજુમાં લોકોની બુમાબુમ પણ સંભળાતી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, CTM અને રામોલને જોડતા ડબલ ડેકર બ્રિજ પરથી 48 કલાકમાં ત્રણ લોકોએ આપઘાત કર્યો હતો. જેમાં એક જ દિવસમાં એક યુવક અને આધેડે પડતું મૂકી આપઘાત કર્યો હતો. જ્યારે એક દિવસ પહેલા નરોડાના સિનિયર સિટીઝને બીમારીથી કંટાળીને આ બ્રિજ પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *