લીંબડી-રાજકોટ હાઇવે થયો લોહીલુહાણ, 4 લોકોના દર્દનાક મોત- પતરા ચીરીને બહાર કઢાયા મૃતદેહ

ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે(Ahmedabad-Rajkot National Highway) ફરી એકવાર લોહીલુહાણ થયો છે. મંગળવારના રોજ સવારે સર્જાયેલા અકસ્માત(Accident)માં 4 લોકોના દર્દનાક મોત થયા…

ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે(Ahmedabad-Rajkot National Highway) ફરી એકવાર લોહીલુહાણ થયો છે. મંગળવારના રોજ સવારે સર્જાયેલા અકસ્માત(Accident)માં 4 લોકોના દર્દનાક મોત થયા છે. આયા ગામના બોર્ડ પાસે વહેલી સવારે ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં ઇકો કારનો બુકડો બોલી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લીંબડી-રાજકોટ હાઈવેના આયા ગામના બોર્ડ પાસે ઇકો કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતને લઈને સ્થાનિકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત આવી પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

જો વાત કરવામાં આવે તો બે દિવસ પહેલા ચોટીલા-સાયલા વચ્ચે વણકીના પાટિયા નજીક એક કાર પર કોલસી ભરેલું ડમ્પર પડતાં કારમાં સવાર સસરા-જમાઈનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કાર પર વિશાળ ડમ્પર પડતાં કારનું પડીકું વળી ગયું હતું અને ક્રેઈનની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રસ્તા પર ઠેર-ઠેર ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ હાઇવે પર થોડા દિવસ પહેલા પોલીસવાનને અકસ્માત નડતા એક મહિલા પોલીસ કર્મી સહિત ચાર પોલીસ સ્ટાફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. લીંબડીના બલદાણા ગામના પાટીયા નજીક પોલીસવાન અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં 6 વ્યકિત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *