તુર્કીમાં મચી તબાહી, વિનાશકારી ભૂકંપે લીધા 4300થી વધુ લોકોના જીવ- જુઓ ભયાનક વિડીયો

Turkey-Syria Earthquake Video: સોમવારે તુર્કી અને સીરિયામાં 7.8-ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં 4,300 થી વધુ લોકો(More than 4300 people died) માર્યા ગયા અને હજારો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે હજારો ઈમારતોને ભારે નુકસાન થયું છે. મૃતકોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે કારણ કે બચાવકર્તા હજુ પણ કાટમાળ હેઠળ ફસાયેલા લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાં શોધી રહ્યા છે. આ પછી, વધુ બે મજબૂત ભૂકંપ આવ્યા, જેની તીવ્રતા અનુક્રમે 7.6 અને 6.0 હતી.

વાયરલ થઇ રહેલા આ વિડીયોની પુષ્ટિ ત્રિશુલ ન્યુઝ કરતું નથી.

મંગળવારે મધ્ય તુર્કીમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને એર્દોઆનને ફોન કર્યો અને સંકટની આ ઘડીમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) સાથી તુર્કી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને મદદની ઓફર કરી. વ્હાઇટ હાઉસે કહ્યું કે તે તુર્કીના પ્રયાસોમાં મદદ કરવા માટે શોધ અને બચાવ ટીમો મોકલી રહ્યું છે.

તુર્કીના શહેર એડનમાં ક્ષતિગ્રસ્ત ઈમારત પાસે પહોંચેલા ઈમરાન બહુર વિનાશનું દ્રશ્ય જોઈને રડી પડ્યા હતા. તેણે કહ્યું, ‘મારો દોઢ વર્ષનો પૌત્ર છે. મહેરબાની કરીને તેમને મદદ કરો… તેઓ 12મા માળે હતા.’ ભૂકંપનું કેન્દ્ર તુર્કીના શહેર ગાઝિયનટેપથી લગભગ 30 કિલોમીટર દૂર હતું. ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં લોકોએ શોપિંગ મોલ, સ્ટેડિયમ, મસ્જિદો અને સામુદાયિક કેન્દ્રોમાં આશ્રય લીધો છે.

અધિકારીઓને ડર છે કે સોમવારે પરોઢ પહેલાં આવેલા ભૂકંપ અને આફ્ટરશોક્સથી મૃત્યુઆંક વધી શકે છે કારણ કે બચાવકર્તાઓએ મંગળવારે કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવાનું ચાલુ રાખ્યું હતું. બચાવ કાર્યકર્તાઓ કાળજીપૂર્વક કોંક્રીટના પથ્થરો અને લોખંડના સળિયા હટાવી રહ્યા છે, જેથી જો કોઈ બચી ગયેલા લોકો કાટમાળમાં હોય તો તેને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. ઘણા લોકો તેમના પ્રિયજનોની શોધમાં ક્ષતિગ્રસ્ત ઈમારતો પાસે એકઠા થઈ રહ્યા છે.

ગાઝિયાબાદના હિંડોન એરબેઝથી ખાસ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ અને જરૂરી સાધનો સાથે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF) ના જવાનોની એક ટીમ શોધ અને બચાવ કામગીરી હાથ ધરવા માટે તુર્કી જવા રવાના થઈ છે. સોમવારે તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના આંચકા બાદ ભારતે NDRFની ટીમને તુર્કી મોકલી છે.

તુર્કીના જણાવ્યા અનુસાર, દેશના 10 પ્રાંતોમાં ભૂકંપના કારણે 2500થી વધુ લોકોના મોત થયા છે અને 11,000થી વધુ લોકો ઘાયલ થયા છે. સીરિયાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 800થી વધુ થઈ ગયો છે અને લગભગ 1400 લોકો ઘાયલ થયા છે. વ્હાઇટ હેલ્મેટ અનુસાર, સીરિયામાં વિદ્રોહીઓના કબજા હેઠળના વિસ્તારમાં ઓછામાં ઓછા 380 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *