ખેડૂતોના માથે વધુ એક મોટી આફત: એક સમયે 200 રૂપિયે કિલો વેચાતા ટામેટાંના ભાવ સીધા 2 રૂપિયા

Published on Trishul News at 3:04 PM, Wed, 27 September 2023

Last modified on September 27th, 2023 at 3:05 PM

Tomato prices have come down: એક સમયે ટામેટાના ભાવોને લઈને આખા દેશભરમાં હાહાકાર મચી ગયો હતો,એ સમયે ટામેટાના ભાવ 200થી 250 રૂપિયા કિલો થઈ ગયા હતા. પરંતુ હવે તો પરિસ્થિતિ કઈ અલગ જ બની ગઈ છે.હાલ ટામેટાની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. આજ થી બે મહિના પહેલા 200 રૂપિયા કિલો વેચાતા ટામેટા(Tomato prices have come down) અત્યારે 2 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે.

ખેડૂતોએ વર્ણવી પોતાની વ્યથા
સાબરકાંઠામાં ટામેટા પકવાતા ખેડૂતો પાસે ખાનગી મીડિયાની ટીમ પહોંચી હતી. જ્યાં મીડિયા સમક્ષ ખેડૂતોએ પોતાની વ્યથા વર્ણવી હતી. ખેડૂતે જણાવ્યું છે કે, ટામેટા અત્યારે માત્ર 2 રૂપિયા કિલો અને 40થી 50 રૂપિયા મણ વેચાય રહ્યા છે. અમે જે વાવેતર કરેલું છે તેની પાછળ લગભગ 1 લાખનો ખર્ચ થયો છે, તેની સામે અત્યારે 15થી 20 હજાર રૂપિયા આવક આવી છે. આ વર્ષે એક તો અનિયમિત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વાવેતર પણ ઘણું ઓછું થયું છે. તો બીજી બાજુ માર્કેટમાં અત્યારે અમારે ટામેટા સામેથી આપવા જવા પડે છે. માર્કેટ યાર્ડ સુધી પહોંચડાવાનો ખર્ચ પણ ખેડૂતોને મળતો નથી.

20થી 30 રૂપિયા કિલો, પણ ખેડૂતોને મળે છે કિલોના 2 રૂપિયા
ખેડૂતે જણાવ્યું છે કે, માર્કેટમાં ટામેટાની આયત એટલી બધી કરેલી છે, જેના કારણે લોકલ ખેડૂતોને ભાવ મળી રહ્યો નથી અને ખેડૂતો દિવસેને દિવસે દેવાદાર થતાં જાય છે. બધા જ ટામેટા પકવતા ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે. રિટેલ બજારમાં ટામેટા 20થી 30 રૂપિયા કિલો વેચાય છે, પણ ખેડૂતોને કિલોને 2 રૂપિયા જ મળે છે. આ તફાવત ઘણો મોટો છે, રિટેલ માર્કેટમાં વેપારીઓ ખુબ કમાય છે પણ ખેડૂતો દેવાદાર બનતા જાય છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, સરકારે ટામેટા પકવતા ખેડૂતો પર ધ્યાન આપવું જોઈએ. ખેડૂતોને પોષણશ્રમ ભાવ મળે એના માટે સરકારે પગલા ભરવા જોઈએ.

ખેડૂતોની હાલત થઈ ગઈ છે કફોડી
અન્ય એક ખેડૂતે જણાવ્યું છે કે, ટામેટા પકવવામાં એક વિઘે 1 લાખ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, તેની સામે ખેડૂતોને 10 હજાર સુધીની જ આવક મળેલી છે. દરેકને 80થી 90 હજારનું નુકસાન થયું છે. ખેતી કરવા માટે અમે મંડળીમાંથી લોન લઈએ છીએ, એ મંડળીમાંથી લીધેલી લોનનું વ્યાજ ભરવા માટે બીજે ક્યાંકથી વ્યાજે પૈસા ગોતવા પડે તેવી કફોડી ખેડૂતોની હાલત થઈ છે. મારી સરકારને વિનંતી છે કે આ અંગે કંઈક વિચારે અને ખેડૂતોને પોષણશ્રમ ભાવ મળી રહે તે માટે કોઈ પગલા ભરે.

બે મહિના પહેલા 200 અને અત્યાર 2 રૂપિયા કિલો
મળતી માહિતી અનુસાર, હાલ હોલસેલ માર્કેટમાં માત્ર બે રુપિયે કિલો ટામેટા વેચવા માટે ખેડૂતો ખુબ મજબૂર બન્યા છે. બે મહિના પહેલાં 200 રુપિયે કિલો ટામેટા વેચાતા હતા. હાલમાં ખેડૂતો 1થી 2 રૂપિયે કિલો ટામેટા વેચી રહ્યાં છે. હાલમાં 30થી 50 રુપિયા મણ ટામેટા વેચાઇ રહ્યાં છે. બીજી બાજુ માર્કેટમાં ગૃહિણીઓને 20થી 30 રુપિયે ટામેટા મળી રહ્યા છે. માત્ર દોઢ મહિનામાં ટામેટાનો ભાવ 200થી 2 રુપિયા સુધી પહોંચ્યો છે.

Be the first to comment on "ખેડૂતોના માથે વધુ એક મોટી આફત: એક સમયે 200 રૂપિયે કિલો વેચાતા ટામેટાંના ભાવ સીધા 2 રૂપિયા"

Leave a comment

Your email address will not be published.


*