રાજકોટ, ગુજરાત: દુષ્કર્માની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. ભારત દેશમાં મહિલાઓ અને દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે તેની કોઈ જાણ નથી. દિવસે ને દિવસે આવી હેવાનિયત ભરી ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આપણા દેશની દીકરીઓ અને મહિલાઓ બહાર તો ઠીક પરંતુ હવે તો ઘરમાં પણ સુરક્ષિત નથી. રે આવી વધુ એક ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા રાજકોટ શહેર માંથી પ્રકાશમાં આવી છે.
રાજકોટ શહેર જે શાંત અને સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, તેમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી સગીરાઓ તથા બાળાઓના અડપલાં, અપહરણ અને દુષ્કર્મનો ભોગ બની હોય તેવી ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. આજે વધુ એક અવો જ બનાવ મહિલા પોલીસ મથકમાં નોંધાયો છે. ધોરણ-9માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા પર તેના પિતાના જ એક મિત્રએ ઘરે બોલાવી અને તેના અડપલાં કર્યા હતા.
સગીરાને ઘરે બોલાવ્યા બાદ પગે ચૂંદડી બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સમગ્ર ઘટના બાદ પેટમાં દુખાવો ઉપડતા 16 વર્ષની સગીરાએ પોતાની માતાને દુઃખની દાસ્તાન વર્ણવી હતી. ત્યારબાદ હિલા પોલીસમાં FIR કરતા પોલીસે દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
સમગ્ર ઘટના અંગે મળેલી માહિતી અનુસાર રાજકોટમાં રહેતી 16 વર્ષની સગીરાની ફરિયાદને આઘારે ભારતીનગર 2 માં રહેતા રફીકભાઈ આરબ નામના શખ્સ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં કલમ 376 તેમ જ પોકસો એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. તેના આધારે પોલીસે આરોપી રફીકને પકડી તેની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, રફીક બે સંતાનોનો પિતા છે અને તે રીક્ષા ચલાવે છે અને તે સાથે સત્યે ફાયનાન્સનું પણ કામ કરે છે.
સગીરાએ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી રફીક મારા પિતાના મિત્ર છે તે અવાર નવાર ઘરે પણ આવતા હતા જેથી તેમને હું ઓળખતી હતી. સગીરાને રફીકે એક્ટિવા ચલાવવા આપ્યું હતું,જે બાદ ગઇકાલે રફીકે સગીરાના ઘરે ફોન કરી કહ્યું હતું કે, ‘તારે એક્ટિવા ચલાવવું છે? તો તું રાખ તેની ડેકીમાં મારો છે એ મને ઘરે આપી જા’.
જયારે સગીરા ફોન આપવા ગઈ ત્યારે રફીકે વાતોમાં ભોળવી આજુ-બાજુમાં રસ્તા પર કોઈની અવર જવર નથી તે જોયા બાદ રફીકને વાસનાનો કીડો સળવળ્યો હતો અને સગીરાનો હાથ ખેંચી ઘરના રુમમાં લઇ ગયો હતો. સગીરા કાંઈ સમજે તે પહેલાં જ આરોપી રફીકે ચૂંદડીથી સગીરાના પગ બાંધી દીધા હતા. ત્યાર બાદ સગીરાના વસ્ત્રો ઉતારયા અને રફીકે દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં રાત્રીના સમયે સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેમણે તેમની માતાને બનાવની હકીકત જણાવી હતી, ત્યાર બાદ ફરિયાદ નોધાવા મહિલા પોલીસ મથકે પહોંચ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.