કોઈને પ્રેમ કરો. તે તમને નહીં કરે. દિલ તૂટશે. તે તૂટેલા દિલના નામ પર તમે કેટલો ગુસ્સો કરી શકો છો.
સિકંદરાબાદનો વી વેંકટેશ્વર રાવ. 17 ઓગષ્ટના રોજ પાસેના પોસ્ટ ઓફિસ પર ગયો. 7216 રૂપિયા આપી કુલ 62 પાર્સલ કર્યાં. દરેક પાર્સલની અંદર એક બોટલ હતી. બોટલની અંદર પાણી હતુ. ગંદુ, ગટરનું પાણી હતુ. 62 માંથી એક પાર્સલની ઉપર નામ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવનું નામ લખ્યું હતુ. એક પાર્સલ પર તેમના છોકરાનું નામ લખ્યું હતુ. બીજા એક પર તેલંગાના રાષ્ટ્ર સમિતિ પાર્ટીના અધ્યક્ષ કેટીઆરનું નામ લખ્યું હતુ. બાકીના પાર્સલો પર પણ અલગ અલગ વીવીઆઈપી લોકોના નામો લખ્યા હતા.
આટલી પ્લાનીંગ કરી, પૈસા ખર્ચ કર્યાં અને પાર્સલમાં મોકલ્યું ગંદુ પાણી શા માટે? કારણ કે વેંકટેશ્વર એક છોકરીને ફસાવવા માંગતો હતો. જે ક્યારેક તેની સાથે ભણી હતી. એવુ થયુ ન હતું પણ વેંકટેશ્વર પકડાઈ ગયો. પોલીસે તેને એરેસ્ટ કરી લીધો.
વેંકટેશ્વરે એક પ્રાઈવેટ કોલેજથી MBA પુરૂ કર્યું છે. 2008-10ના બેચમાં તેના ક્લાસમાં એક છોકરી હતી. જેને તે પસંદ કરતો હતો અને તેને એકવાર તેણે પ્રપોઝ કરી. છોકરીએ ના પાડી દીધી અને તેને ખુબ જ ગુસ્સો આવ્યો અને પોતાના મનમાં આ વાતને દબાવી રાખી. કોઈ પણ રીતે તેને બદલો લેવો હતો તેથી તેણે મુખ્યમંત્રી સાથે કુલ 62 લોકોને બોટલમાં ગંદુ પાણી પાર્સલ કર્યું. મોકલનારના નામ અને એડ્રેસમાં તે છોકરીની માહિતી નાખી.
જો કે વેંકટેશ્વરના પાર્સલ તે લોકો સુધી ક્યારેય પહોંચ્યા નહીં. ડિસ્પેચ સેક્શનમાં જ રોકાઈ ગયા. ત્યાં ડ્યૂટી કરી રહેલા લોકોને આ પાર્સલ પર શંકા ગઈ હતી તેથી તેમણે પોલીસને જાણ કરી અને તપાસમાં વેંકટેશ્વરનું નામ સામે આવ્યું અને તે પકડાઈ ગયો. જો કે પાછળથી તેણે પોતાનો ગુનો કબુલ કરી લીધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.