ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા વિરપુર (veerpur) માંથી એક ચોકાવનારી પ્રેમકહાની સામે આવી છે, વિરપુરના જલારામ નગરમાં રહેતી કંચનબેન વાઘેલા નામની પરિણીત મહિલા જેતપુર (Jetpur) સ્થિત એક કારખાનામાંથી મજૂરી કામ પૂર્ણ કરીને નિત્યક્રમ મુજબ લગભગ સાંજના સમયે પોતાના ઘરે જલારામ નગર વિસ્તારમાં પરત આવતી હતી. તે સમયે રસ્તામાં એક સુમસામ અવાવરું ખેતર જેવી જગ્યામાં કંચનબેનને કોઈ અજાણ્યા શખ્સે છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. આ સમગ્ર ઘટના વિષે વીરપુર પોલીસને જાણ થતાં તરતજ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને મૃતક કંચનબેનને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખસેડી હતી.
આ હત્યાને અંગે એસસી એસટી સેલના ડીવાયએસપી હિંગોળદાન રત્નું સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, લગભગ પંદરેક વર્ષ પહેલા ગોવિંદભાઇ વાઘેલા પોતાની પત્ની કંચનબેન સાથે જેતપુરમાં આવેલા ભાદરના સામાંકાંઠા વિસ્તારમાં રહેતા હતા અને ત્યારે આરોપી નારણ કેશુભાઈ ડાલીયા તેમના ઘરની બાજુમાં જ રહેતો હતો. ત્યારથી જ નારણ કંચનબેન સાથે પ્રેમ સંબંધ બાંધવાનો પ્રયત્ન કરતો હતો. પરંતુ તેમાં તેને સફળતા મળી ન હતી.
ત્યારબાદ કંચનબેન પરિવાર સાથે વીરપુરમાં રહેવા માટે આવી ગયા હતા. ઘર બદલ્યા બાદ પણ નારણે તેણીનો પીછો ન છોડ્યો અને સતત તેની પાછળ પાછળ જતો હતો. ત્યારે કંચનબેન આજે જેતપુર એક કારખાનામાંથી મજૂરી કામ કરીને પરત ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આરોપી નારણે કંચનબેનનો પીછો કરી રસ્તામાં અવાવરું જગ્યાએ ધારદાર હથિયાર વડે હુમલો કરી કંચનબેનને હાથ, માથા અને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા તેમનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.
જયારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઇ ત્યારે તેઓ તરતજ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને મૃતકને પીએમ માટે વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને હત્યારાના સગડ મળતા પોલીસે બસ સ્ટેન્ડ પાસેથી હત્યારો કોઈ વાહનમાં બેસી ભાગવાની ફિરાકમાં હતો ત્યારેજ પોલીસે હત્યારાને ઝડપી લીધો હતો. પોલીસે નારણ સામે હત્યાનો તેમજ એસ્ટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.