આજે અમે તમને જે જાતિ વિશે જણવા જઈ રહ્યા છીએ એ સાંભળીને તમને થશે કે, આ વિદેશમાં કે દેશમાં અન્ય ઠેકાણે આવી જાતિના લોકો હશે પરંતુ એવું નથી. આ જાતિ આફ્રિકાના જંગલની કે અમેઝોનના જંગલની નથી. આ જાતિ રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે.
સામન્ય રીતે આ લોકોને માનસિકતા હોય છે કે વર્ષો પહેલા છોડી દીધેલા રિવાજો આ અમુક પ્રકારની જનજાતિના લોકો હજુ પણ માનતા હોય છે. આ જાતિના લોકોમાં એવા રિવાજ છે કે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. હાલ લિવ ઈન રીલેશનશિપને લઈને પણ ક્યાંકને ક્યાંક વિવાદો ચાલી રહ્યા હોઈ છે.
તેવામાં આ જનજાતિ પહેલા બાળકોને જન્મ આપે અને પછી લગ્ન કરવામાં માને છે. ચાલો જાણીએ આ જનજાતિ કેમ આવા પ્રકારની પરંપરાનું પાલન કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ સમુદાયના 4 ભાઈઓ હતા અને તેમાંથી 3 ભાઈઓના લગ્ન થઈ ચુક્યા હતા.
પરંતુ ત્રણમાંથી એક પણ ભાઈને પુત્ર ન હતો. ત્યાર બાદ ચોથો ભાઈ યુવતી સાથે લગ્ન કર્યા વગર જ રહેવાનું શરુ કર્યું અને ચોથા ભાઈથી પુત્ર પ્રાપ્તિ થયો હતો. અને લગ્ન વગર જ પુત્ર પ્રાપ્તિ થતા આ જનજાતિમાં આ પરંપરા શરૂ થઈ. આ જાતિના લોકો આ પ્રથાને ‘દાપા પ્રથા’ કહે છે.
આ પ્રથામાં જ્યારે પણ લગ્ન થાય ત્યારે તેનો તમામ ખર્ચ વરપક્ષ વાળા ઉઠાવે છે અને લગ્નની જગ્યા પણ વરરાજા જ નક્કી કરે છે. આ જનજાતિમાં યુવતીઓને પોતાની માટે યુવક પસંદ કરવાની સંપૂર્ણ રીતે સ્વતંત્રતા હોય છે. લગ્ન માટે 2 દિવસી મેળાનું આયોજન કરવામાં આવે છે.
મેળામાં પોતાની પસંદના યુવકને લઈને ભાગી જાય છે. અને ત્યાર બાદ પાછા ફર્યા બાદ તેઓ લગ્ન વિના સાથે રહેવાનું શરૂ કરે છે. આ જાતિના લોકોમાં પરિવારમાં કોઈ પણને કાઈ વાંધો હોતો નથી. યુવતીના પરિવારને યુવકના પરિવારના લોકો થોડા રૂપિયા પણ આપે છે.
આ સંબંધમાંથી બાળકો પણ પેદા કરે છે અને વળી દંપતી પર લગ્ન માટે કોઈ દબાણ હોતું નથી. આ જાતિમાં જ્યાં સુધી બાળક ના જન્મે ત્યાં સુધી દંપતી લગ્ન વિષે વિચારતા નથી. આ દંપતીને એવું પણ નથી હોતું કે બાળક થઈ ગયા બાદ લગ્ન કરી જ લેવા. જો બંનેને લગ્ન કરવાની ઈચ્છ ન હોઈ તો તે ન પણ કરે.
આ જાતિના લોકો ખુબજ આધુનિક છે, યુવતી કે યુવત પર કોઈ પણ પ્રકારનું દબાણ કરતા નથી. જો લગ્ન પછી બંનેને સાથે ન રહેવું હોઈતો પણ છુટા થઇ શકે છે. માત્રા એટલી જ શરત હોય છે કે, જુના વરે જેટલા રૂપિયા આપ્યા હોય તેનાથી વધુ રૂપિયા આપવા પડે છે.
આ જાતિમાં યુવતીને બીજા યુવક પાસે જઈને પણ લગ્ન કરવા માટેનું દબાણ હોતું નથી. બીજા યુવક સાથે પણ યુવતી બાળકો પેદા કરીને લગ્ન કરી શકે છે. આ જાતિનામોટા ભાગના લોકો લગ્ન કર્યા વગર જ સાથે રહેતા હોય છે અને તેના પુત્ર-પુત્રીઓ મોટા થઈ જાય પછી વૃદ્ધ થયા પછી લગ્ન કરે છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.