ગુજરાત: ગિરનાર રોપ વે (Girnar Rope Way) શરૂ થઈ એને એક વર્ષ પૂર્ણ થઈ ચુક્યું છે ત્યારે ફક્ત એક જ વર્ષમાં ગીરનાર રોપવે ચલાવતી કંપની (Company) ની કમાણી (Earnings) સાંભળીને ચોંકી જશો. ફક્ત ગીરનાર રોપવે ચલાવતી કંપનીની જ નહીં પરંતુ સરકારની તિજોરીમાં પણ અઢળક આવક થવ પામી છે. જયારે જૂનાગઢ શહેર તથા સ્થાનિક લોકોને શું મળ્યું છે આવો જાણીએ.
આપને જણાવી દઈએ કે, ગિરનાર રોપવે માટે સ્થાનિકોએ વર્ષો સુધી કેટલાય આંદોલન કર્યા હતા. છેવટે ગત વર્ષે 24 ઓક્ટોબરે રોપવેનું વડાપ્રધાનના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોમાં રોપ-વેને લઈ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. જયારે રોપ વેની ટિકિટના ભાવ સાંભળી લોકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું.
શરૂઆતમાં વયસ્કો માટે 600 રૂપિયા, બાળકોના 300 રૂપીયા તેમજ તેના પર 18% ટેક્સ વસુલાતો હતો. 14 નવેમ્બર 2020 પછી વયસ્કો માટે 700 રૂપીયા, બાળકોના 350 અને તેના પર 18% ટેક્સ વસુલાતા આ ભાવનો વિરોધ થતા જૂનાગઢનાં લોકો માટે રાહત આપવામાં આવી હતી.
બાદમાં વયસ્કો માટે પણ GST સાથે 700 રૂપીયા તેમજ બાળકો માટે 350 રૂપીયા રખાયા હતા. તે પણ વધારે હોવાને લીધે શહેરની સામાજીક સેવાભાવી સંસ્થાઓએ બેઠક યોજી હતી જેમાં રોપવેની ટિકિટના વધારે પડતા ભાવ વિરુદ્ધ વિરોધ કર્યો હતો પણ રોપવે કંપનીને સરકારનો ખુબ સારો એવો સપોર્ટ હોવાને લીધે ભાવ ઘટાડા અંગે મચક ન આપી.
રોપ-વે પ્રોજેકટમાં 130 કરોડનો ખર્ચ થયો હતો જયારે રોપ-વે કંપનીને તેનું સંચાલન 98 વર્ષ માટે સોંપાયું છે. એક વર્ષ દરમ્યાન આ રોપવેમાં 6.60 લાખ લોકોએ સવારી કરી છે. આ પ્રમાણે રોપ-વે કંપનીને 35 કરોડથી વધારેનો વકરો થયો છે. જ્યારે સરકારને બેઠા થાળે 6 કરોડથી વધારેની આવક થવ પામી છે.
સરકારને GSTની આવક થઈ રહી હોવાને લીધે રોપ-વેના ભાડા ઘટાડવા વિશે ધ્યાન ન આપતી હોવાનો પણ આક્ષેપ થવા લાગ્યો છે, ગિરનાર પર્વત પર આવતા વિદ્યાર્થીઓની પણ માંગ રહેલી છે કે, તમામ પર્યટક સ્થળ પર વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવે ત્યારે ગિરનાર રોપ-વે કંપની દ્વારા પણ વિદ્યાર્થીઓ માટે ખાસ યોજના મૂકવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.