તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22ના મોત નીપજ્યા હતા. આ કાળમુખી ઘટનાને એક મહિનો વીતિ ગયા બાગ ફરી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં. સુરતમાં જ્ઞાનગંગા સ્કૂલના નીચે આવેલી પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં જ્ઞાનગંગા સ્કૂલના 150 બાળકોના રેસ્ક્યું કરીને બચાવી લેવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા હાલ જ્ઞાનગંગા સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના ભટાર રોડ પર આવેલી જ્ઞાનગંગા સ્કૂલની નીચે એક પ્લાસ્ટિક બનાવતી કારખાનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કારખાનામાં જ્યારે આગની ઘટના બની ત્યારે સ્કૂલ ચાલી હતી. અને 150 બાળકો અભ્યાસ કરી રહ્યા હતા.
શાળામાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં 5 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને ફાયરની ટીમે સ્કૂલમાં પહોંચીને સ્કૂલના 150 બાળકોના રેસ્ક્યૂ કર્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, સ્કૂલની નીચે ચાલતી ફેક્ટરીમાં બેનર અને પ્લાસ્ટીકની થેલી બનાવવામાં આવતી હતી. જેથી આગે થોડીક ક્ષણોમાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. પરંતુ સદનસીબે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે, અને ફરીથી એક વખત સુરત અગ્નિકાંડ જેવી ઘટનાને બનતી રોકી હતી.
ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવીને સ્કૂલને સીલ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડને સ્કૂલમાં યોગ્ય સાધનો ન મળ્યા અને સાથે જ આવી દુર્ઘટના વખતે યોગ્ય સ્ટ્રક્ચર ન હોવાના કારણે સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે.ફાયરની એનઓસી પણ ન હોવાથી સીલ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.