પૈસાની લાલચમાં વિદેશ જઈને ભારતીય લોકો જીવે છે નર્ક જેવી જિંદગી, બહાર આવી તસ્વીરો

વ્યક્તિ તેના ઉજ્વળ અને સારા ભવિષ્ય માટે એક દેશથી બીજા દેશ જાય છે. તેઓ મને છે કે વિદેશ જઈને રૂપિયા કમાવા ખુબ સરળ છે. આ…

વ્યક્તિ તેના ઉજ્વળ અને સારા ભવિષ્ય માટે એક દેશથી બીજા દેશ જાય છે. તેઓ મને છે કે વિદેશ જઈને રૂપિયા કમાવા ખુબ સરળ છે. આ વિચાર સાથે ઘણા ભારતીયો અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા પહેલેથી વિકસીત દેશોમાં જઈને ડૉલરમાં અઢળક પૈસા કમાઈ છે. પણ બધા લોકોના નસીબમાં આવું હોતું નથી.

તમે માનશો નહિ, ઘણા એવા લોકો પણ હોય છે કે જે નાછૂટકે થોડા પણ થોડા પૈસા આપતાં દેશમાં જઈને નોકરી કરે છે, પણ અહીં એ લોકોની જિંદગી ખુબ ખરાબ બની જાય છે. આવા જ એક દેશની વાત કરીએ તો સંયુક્ત આરબ અમિરાતની રાજધાની દુબઈમાં અમુક ભારતીયો નર્ક સમાન જિંદગી જીવે છે. જોકે જે લોકો ઉચ્ચ ડિગ્રી લઈને દુબઈ નોકરી કરવા જાય છે એમની લાઈફ ખૂબ સારી હોય છે.

દુબઈમાં ધંધો કરવા ગયેલા દરેક લોકોના પરિવારજનો અને સંબંધીઓને તો એવું લાગે છે કે તેઓ ત્યાં એશ-આરામની જિંદગી જીવતા હશે, પણ ખરેખરમાં તેમની જિંદગી ત્યાં અલગ જ હોય છે. અને પહેલા કરતા પણ ખુબ બત્તર જિંદગી જીવતા હોય છે.

ઈરાનના ફોટોગ્રાફર ફરહાદ બેરહમેને થોડાં વર્ષો પહેલાં દુબઈના સોનપુરમાં રહેતાં મજદૂરોના દલની થોડીક તસવીરો લીધી હતી. તે સિવાય બીજા ફોટોગ્રાફરે પણ તસવીરો લઈને બહાર પાડી હતી. જે જોઇને તમારો દુબઈ વિશેનો ભ્રમ ભાંગી નાખશે.

આ સિવાય બહારના દેશોથી આવેલા મજૂરો પાસે ખૂબ જ ઓછા પૈસામાં કલાકો સુધી કામ કરાવવામાં આવે છે, તેમની હાલત ખૂબ જ દયનીય હોય છે.

દુબઈના સોનપુરમાં ભારત સિવાય બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચીનના લાખો મજૂરો રહે છે. ફોટોગ્રાફરે અહીંની તસવીરો ખેંચી હતી.

સોનપુરમાં કેમ્પમાં એક જગ્યા પર બધા જમવાનું બનાવે છે. આ માટે નાંખવામાં આવેલી ગેસની પાઈપ જોખમી બની શકે છે. નાની એવી ભૂલથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

દુબઈમાં ઘણા મજૂરોના પાસપોર્ટ છીનવી લેવામાં આવે છે. દુબઈમાં કામ કરતા ઘણા મજુરો એવા છે કે જેના દુબઈ આવી તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા છે.

ગંદકી વચ્ચે રહેવા મજુરો મજબૂર બને છે. અહીં ભારતીય મજૂરોની જિંદગી ખૂબ ખરાબ રીતે પસાર થાય છે.

અહીં મજૂરોએ એક નાની ઓરડીમાં ઘણા લોકો વચ્ચે રહેવું પડે છે. આપણે જાણીએ છીએ અથવા તમે અનુભવ પણ કર્યો હશે, કે એક રૂમમાં ઘણા બધા લોકો કેવી રીતે રહી શકે.. સખત ગરમીમાં પણ તેમણે 14 કલાક કામ કરવું પડે છે. ઘણી વખત તો ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચી જવા છતાં કામ કરવું પડે છે. અહિયાં થોડી ગરમી હોય તો પણ કામ કરવાની મજા નથી આવતી, તો ત્યાં તો ગરમી 50 ઉપર હોય છે તો પણ મજદૂરોને કામ કરવું પડે છે.

મહેનતના બદલામાં ખૂબ જ ઓછું મહેનતાણું મળે છે. જેમાંથી મોટાભાગનો હિસ્સો તે પોતના ઘરે મોકલે છે. વધેલા પૈસામાંથી ઘરનું ભાડુ અને પોતાના ખાવા-પીવાનો ખર્ચ કાઢે છે. સોનપુરમાં ભરાતા માર્કેટમાં તેમને સસ્તી શાકભાજી મળી જાય છે, નહીંતર દુબઈના બાકીના ભાગોમાં મળતી શાકભાજીના ભાવ તેમના સેલેરી કરતાં પણ વધુ હોય છે. બહારથી ઝગમગાટ ભરેલી જિંદગીની લાલચમાં લોકો અહીં આવે છે, પણ ઘણા લોકો દુબઈની સચ્ચાઈ જાણ્યા પછી અફસોસ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *