સુરત એરપોર્ટ પર આવેલા પ્રવાસી કોરોના નહી પણ સોના સાથે પકડાયો અને…

હાલમાં દેશ સહીત વિદેશમાં કોરોનાની દહેશત ફેલાયેલી છે ત્યારે દેશભરના એરપોર્ટ રેલ્વે સ્ટેશન પર સુરક્ષાની તકેદારી લેવાઈ રહી છે. સુરત એરપોર્ટ જ્યારથી ઇન્ટરનેશનલ બન્યું છે ત્યારથી અવારનવાર દાણચોરીના કિસ્સા સામે આવે છે. ત્યારે ફરી એકવાર સુરતમાં લાખોની દાણચોરીથી લાવેલું સોનું જપ્ત કરવામાં આવ્યું છે અને પ્રવાસીની ધરપકડ કરી છે. શારજાહથી આવેલા ગણેશ નામના પ્રવાસી ની સુટકેશના કવરમાંથી સોનાના વરખ રૂપે ૫૦૦ ગ્રામ જેટલું સોનું મળી આવ્યું છે.

સોનાની દાણચોરી કરીને લાવનાર ગણેશ પાસેથી ૨૦ લાખની કિમતનું  ૫૦૦ ગ્રામ સોનું મળી આવતા કસ્ટમના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. શારજાહથી આવતી ફ્લાઈટમાં આવેલા ગણેશની અટકાયત કરીને કસ્ટમ વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલેલ્ખ્નીય છે કે શારજાહની ફ્લાઈટમાં ભારત આવનારા યુએઇ, કુવૈત, કતાર સહિતના દેશોથી આવતા મુસાફરોને ફરજિયાત ૧૪ દિવસ ક્વોરિન્ટાઇનમાં રાખવાના ભારત સરકારના આદેશને પગલે પાલિકાના આરોગ્ય વિભાગે રાતોરાત ૫૦૦ બેડની કામચલાઉ હોસ્પિટલ ઊભી કરી છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ખાલી કરાવવામાં આવી છે. અને અહી હોસ્પિટલ ઉભી કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *