મોંઘવારીના માર વચ્ચે ખુશીના સમાચાર: સોના-ચાંદીના ભાવમાં થયો જોરદાર ઘટાડો- જાણો તમારા શહેરની નવીનતમ કિંમત

આજે એમસીએક્સ પર સોનાની કિંમતમાં 0.14 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ સોનાની કિંમત ઘટીને 48,173 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. આ સાથે ચાંદીની ચમક પણ આજે નબળી પડી છે. લગ્નની સિઝનમાં સોનાની કિંમતમાં છેલ્લા ત્રણ દિવસથી ઘટાડો થઈ રહ્યો છે. આથી જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારો મોકો છો.

મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે ચાંદીની ચમક પણ આજે નબળી પડી છે. તેની કિંમતમાં 0.19 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા પછી, ચાંદીની નવીનતમ કિંમત ઘટીને 61,300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

આ રીતે જાણો સોનાની શુદ્ધતા
એક્સાઈઝ ડ્યુટી, રાજ્યના કર અને મેકિંગ ચાર્જને કારણે સમગ્ર દેશમાં સોનાની કિંમત બદલાય છે. જ્વેલરી બનાવવા માટે મોટાભાગે 22 કેરેટનો ઉપયોગ થાય છે. કેટલાક લોકો 18 કેરેટ સોનું પણ વાપરે છે. હોલ માર્ક જ્વેલરી પરના કેરેટ અનુસાર બનાવવામાં આવે છે. 24 કેરેટ સોના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે.

ભારતના વિવિધ શહેરમાં સોનાની કિંમત
આજના(21-12-2021) નવા ભાવ પ્રમાણે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 47,200 રૂપિયા છે.જયારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 49,960 રૂપિયા છે. સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 47,200 રૂપિયા છે.જયારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 49,960 રૂપિયા છે. વડોદરામાંમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 47,380 રૂપિયા છે.જયારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 48,920 રૂપિયા છે.

જયારે મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 47,630 રૂપિયા છે.જયારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 48,630 રૂપિયા છે. જયપુરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 48,000 રૂપિયા છે.જયારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 50,200 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *