હાલના સમયમાં કોરોના જેવા મહામારીના સમય વચ્ચે લોકોનું રોજગાર જીવન ઠપ થઇ ચૂકયું છે. લોકો અત્યારે સાવ નવરા બેઠા છે અને કોઈ પણ પ્રકારની રોજગારી મળી નથી. માત્ર ભારત જ નહિ પણ વિશ્વના તમામ દેશોની અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસની ગંભીર અસર થઈ છે. જો કે, હવે કેટલાક દેશ અર્થતંત્રને ફરી બેઠું કરવા અને તેને પહેલા જેવું બનાવવા માટે દરેક જરૂરી પગલા ભરી રહ્યા છે અને લોકડાઉનમાં લોકોને ધીમે ધીમે છૂટ આપી રહ્યા છે.
ભારતમાં પણ આર્થિક ગતિને વેગ આપવા માટે મોદી સરકાર સતત પ્રત્યનશીલ બનવા પ્રયાસો કરી રહી છે. સરકારે તાજેતરમાં જ એક આર્થિક પેકેજની જાહેરાત કરી. જેમાં ઔદ્યોગિક સેક્ટર, ખેડૂત વર્ગ, મજૂર વર્ગ અને નોકરિયાત વર્ગ સહિત અન્ય તમામ વર્ગ અને સેક્ટર માટે મહત્વમાં નિર્ણય લેવામાં આવ્યા છે.
સરકાર ભવિષ્યમાં દેશમાં રોજગારી વધે તે અંગે પર મહત્વના પગલા લઈ રહી છે. ત્યારે આવા સમયગાળા દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે ગોલ્ડમેન સાશ ગ્રુપ ઇંક(Goldman Sachs Group Inc) આ વર્ષ દરમિયાન 1,460 ભારતીય ગ્રેજ્યુએટ અને વિદ્યાર્થીઓને નોકરી અને ઇન્ટર્નશિપ આપશે. કોરોના વાયરસનો કહેર હોવા છતા પણ આ કંપની પોતાની વિસ્તાર યોજનાઓ સાથે આગળ વધી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ગોલ્ડમેન સાશના ભારતીય પ્રમુખ ગુંજન સામતાનીએ એક ખાનગી મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવતા કે 1,460ની સંખ્યામાં અડધા લોકોને રોજગારી(નોકરી) પર રાખવામાં આવશે અને અન્ય લોકોને ઇન્ટર્નશિપ પર રાખવામાં આવશે. આ નોકરીઓ અડધા બેંગલુરુમાં બેંકના તકનીકી વિભાગમાં હશે.
કોરોના વારરસના કારણે બેંક અમુક દિવસોમાં બીજા દેશોમાં કામ કરી રહેલા 40-50 ટકા કર્મચારીઓને ભારત બોલાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ટર્ન અને ગ્રેજ્યુએટ કર્મચારીઓની પહેલી બેચ 4 મેના રોજ બેંગલુરુમાં ફર્મમાં શામેલ થઈ છે. જ્યારે બાકી ઇન્ટર્ન અને ગ્રેજ્યુએટ આવનારા મહિનામાં એટલે કે જુલાઈમાં શામેલ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news