2017માં 10 માંથી 7 Exit Poll ખોટા પડ્યા હતા, શું આ વર્ષે એક્ઝિટ પોલ મુજબ ફરી ભાજપની સરકાર બનશે?

ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઇ ગઈ છે અને મોટાભાગના એક્ઝિટ પોલ(Gujarat Election Exit Poll)માં ભાજપ(BJP)ને 125 કરતા વધુ બેઠક મળશે…

ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઇ ગઈ છે અને મોટાભાગના એક્ઝિટ પોલ(Gujarat Election Exit Poll)માં ભાજપ(BJP)ને 125 કરતા વધુ બેઠક મળશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તજજ્ઞાોના મતે જો વાત કરવામાં આવે તો, એક્ઝિટ પોલ એટલે દરિયા કિનારે બેસીને દરિયાના ઉંંડાણનું અનુમાન કરવાનું કામ. 2017ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો 10માંથી 7 એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા.

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કા 14 ડિસેમ્બરના રોજ પૂર્ણ થયા હતા અને તે પછી એક્ઝિટ પોલના વરતારા આવવાનું શરુ થઈ ગયા હતા. જેમાં એક એક્ઝિટ પોલમાં ટૂડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપને 135- કોંગ્રેસને 47 બેઠક, વીડીપી એસોસિયેટ્સના એક્ઝિટ પોલમાં ભાજપને 142, કોંગ્રેસને 37, અન્યને 3, લોકનીતિ સીએસડીએસના એક્ઝિટ પોલમાં ભાજપને 117, કોંગ્રેસને 64 અને અન્યને 1 બેઠક મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું. પરંતુ માત્ર ત્રણ એક્ઝિટ પોલ જ એવા હતા જેમણે અનુમાન કર્યું હતું કે, ભાજપ 99 થી 109 બેઠક સુધી સિમિત રહેશે.

મહત્વનું છે કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી. આમ, 2012ની સરખામણીએ ભાજપની 16 બેઠક ઘટી હતી અને કોંગ્રેસની 16 બેઠકમાં વધારો થયો હતો. હવે 2022ની ચૂંટણીમાં કયો એક્ઝિટ પોલ સાચા પરિણામની નજીકનો વરતારો કરે છે તે રહસ્ય પરથી 8 ડિસેમ્બરના રોજ પડદો ઉઠી જશે.

કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે આમ આદમી પાર્ટી? ઈસુદાન ગઢવીએ જુઓ શું કહ્યું?
મહત્વનું છે કે, જુદા જુદા એક્ઝિટ પોલ જાહેર થયા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના CM પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, જો અમને પૂર્ણ બહુમતી ન મળી તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે. જોકે પરિણામ આવ્યા બાદ જ ગઠબંધન પર વિચાર કરવામાં આવશે.

8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *