કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચુકી છે. ત્યારે આવાં સમયમાં ભારતે ચીનની તમામ વસ્તુઓનાં ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. જેને કારણે ચીનને પણ ખુબ જ મોટો ફટકો લાગ્યો છે. હમણાં થોડાં જ દિવસ પહેલાં જ રક્ષાબંધનનાં માત્ર એક જ દિવસમાં ચીનને અબજો રૂપિયાની નુકશાની વેઠવી પડી છે. ત્યારે ફરી એકવાર ચીનને ખુબ જ મોટો ફટકો લાગે એવાં સમાચાર સામે આવી રહ્યાં છે.
ચીનની સોશિયલ મીડિયામાં કંપની માટે હાલનો સમય ખુબ જ ખરાબ ચાલી રહ્યો છે. હાલમાં તો ભારતમાં ચીનની ઘણી એપ્લિકેશન પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. એવામાં વધુ એક સમાચાર સામે આવી રહ્યાં છે કે, સર્ચ એન્જિન ગુગલે પણ ચીનની સાથે જોડાયેલ કુલ 2,500 જેટલી યુટ્યુબ ચેનલને ડિલીટ કરી નાંખી છે. યુટ્યુબ પર ભ્રામક સૂચનાઓ ફેલાવવાનાં પ્રયત્ન પર ગુગલ દ્વારા ચીનની યુટ્યુબ ચેનલ પર આ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
ગુગલે જણાવતા કહ્યું કે, ચીનની સાથે જોડાયેલ આ યુટ્યુબ ચેનલોને એપ્રિલ તથા જૂન મહિનાની વચ્ચે જ પોતાનાં પ્લેટફોર્મ પરથી હટાવી નાંખી હતી. આ યુટ્યુબ ચેનલ પરની કાર્યવાહી ચીન માટે કામ કરતી ચેનલોનાં તપાસનું અંગ રહી છે. આ યુટ્યુબ ચેનલ સામાન્ય રીતે તો સ્પૈમી તથા નોન પોલિટિકલ કન્ટેંટ જ પોસ્ટ કરતાં હતાં. પરંતુ આ કન્ટેંટનો નાનો એવો ભાગ પણ રાજકરણની સાથે જ જોડાયેલ રહેતો હતો.
ગુગલે પોતાનાં જ ભ્રામક ઓપરેશન્સનાં ત્રિમાસિક બુલેટીનમાં આ માહિતી આપી છે. આ ચેનલ્સ ટ્વીટર ઉપર પણ ભ્રામક જાણકારીઓ ફેલાવિ રહ્યાં હતાં.ગુગલે એક જ સાથે કુલ 2,500 જેટલી ચીનની યુટ્યુબ ચેનલ્સને ડિલીટ કરી દેતાં જ ટેક જગતમાં ખુબ જ હોબાળો મચી જવાં પામ્યો છે. જો કે, ગુગલની આ કાર્યવાહીને લઈને અમેરિકામાં પણ ચીનની દુતાવાસે હજુ સુધી કોઈપણ જાતની પ્રતિક્રિયા આપી નથી.
અહિ ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં પણ વિદેશી સંસ્થા દ્વારા ભ્રામક સૂચનાઓ ફેલાવવાનો ગંભીર મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ રશિયા સરકારની સાથે જોડાયેલ સંસ્થાએ હજારો ભ્રામક મેસેજને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP