ગુજરાત(Gujarat): રાજ્યના રાજકરણમાં ખુબ જ ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ખોડલધામ(Khodaldham) પ્રમુખ નરેશ પટેલ(Naresh Patel)ના રાજકારણમાં પ્રવેશને લઈને હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે, કઈ પાર્ટીમાં જોડાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election)ને લઈને નરેશ પટેલ રાજકારણમાં આવવાની ચર્ચાઓ મહત્વની માનવામાં આવે છે, પરંતુ તેમ છતાં હજુ સુધી ચિત્ર સ્પષ્ટ થઇ ચુક્યું નથી. નરેશ પટેલે તેમના રાજકારણમાં પ્રવેશ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. AAP, કોંગ્રેસ અને ભાજપ એમ ત્રણેય પક્ષોના સંપર્કમાં છે. ત્રણેય પક્ષો સાથે બેઠક કરી રહ્યા છે પરંતુ ક્યા પક્ષમાં જોડાવું તે હજુ નક્કી નથી.
ત્યારે એક ખાનગી મીડિયાના માધ્યમથી આમ આદમી પાર્ટી(AAP)ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા(Gopal Italia) સાથે વાતચીત થઇ હતી અને કહ્યું હતું કે, નરેશ પટેલ જમીનમાંથી જાતે ઉભરી આવેલા એક આગેવાન છે. આમ આદમી પર્તિનક સંઘર્ષનો ઈતિહાસ પણ આવો જ છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા જેવા જાત બળે ઉભા થયેલા અગ્રણીઓ છે જેને કારણે તેઓએ એક પાર્ટી ઉભી કરી છે. નરેશ પટેલની સાથે સાથે હું હાર્દિક પટેલ(Hardik Patel)ને પણ આમ આદમી પાર્ટીમાં જોડાવવા આમંત્રણ આપું છું.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના આ નિવેદન અંગે રાજકારણમાં હલચલ તેજ થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ કોંગ્રેસથી નારાજ હોય તેવું તેના નિવેદન પરથી લાગી રહ્યું છે. ગઈકાલે તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી પાટીદારોનું અને નરેશ પટેલનું અપમાન કરી રહી છે. ત્યારે હવે કોંગ્રેસની ડૂબતી નાવ સાવ ડૂબી જ જશે કે શું તે અંગે પણ અનેક સવાલો થઇ રહ્યા છે.
આ તારીખ પેલા નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાવવું તે અંગે કરી શકે છે જાહેરાત:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશવાના નિર્ણયની રાજ્યભરમાં ચર્ચા થઈ રહી છે અને નરેશ પટેલ 20 એપ્રિલ પહેલા રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરશે જાણવા મળી રહ્યુ છે. નરેશ પટેલ રાજકારણમાં જોડાવું કે નહીં તેની જાહેરાત કરશે. તેઓ 15 એપ્રિલે સર્વેના પરિણામો બાદ કઈ પાર્ટીમાં જોડાવું તે અંગેની જાહેરાત કરી શકે છે. એટલે કે વિધાનસભાની ચૂંટણી પહેલા કંઈક નવું અને જૂનું થવાનું નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે કોંગ્રેસ, ભાજપ અને AAPના નેતાઓ સાથે બેઠક યોજી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.