અંદરની વાત: ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયા આ બેઠક પરથી લડશે ચુંટણી

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી મામલે સૌથી મોટા સમાચાર સુત્રો પાસેથી સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી(AAP)એ ગઈકાલે મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરી દીધો છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, AAPના પ્રદેશ પ્રમુખ કતારગામ(Katargam)થી ચૂંટણી લડશે એટલે કે ગોપાલ ઇટાલિય(Gopal Italia) કતારગામ બેઠકથી ચૂંટણી લડશે. જ્યારે વરાછા બેઠકથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya) AAPના ઉમેદવાર હોઈ શકે છે. તો ઓલપાડ બેઠકથી ધાર્મિક માલવિયા(Dharmik Malaviya)ને AAP ટિકિટ આપવામાં આવશે તેવું સુત્રોએ જણાવ્યું છે.

ત્યારે હવે આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવે ત્યારે જ સ્પષ્ટ થઇ શકે છે. કોણ ક્યાંથી ચુંટણી લડવાનું છે. હાલમાં સુત્રોનું માનવામાં આવે તો ગોપાલ ઇટાલિયા કતારગામ બેઠક પરથી તો અલ્પેશ કથીરિયા વરાછા બેઠક અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચુંટણી લડી શકે છે.

AAPનો CM પદનો ચહેરો જાહેર:
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના CM પદનો ચહેરો જાહેર કરી દીધો છે. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલ દ્વારા મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઇસુદાન ગઢવી મુખ્યમંત્રી પદ પર જોવા મળશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે ગુજરાતના ઈતિહાસ માટે અતિ મહત્વનો દિવસ છે. અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી કોઈ વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન બાજુ જઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંબંધો હતા. આજે એક નવો વિકલ્પ મળ્યો છે.આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે અને એક નવું એન્જીન છે. અમે રૂમમાં બેસી નક્કી નથી કરતા કે મુખ્યમંત્રી કોણ હશે. પંજાબના જનતાએ મુખ્યમંત્રી ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે, આમ આદમી પાર્ટી આવી રહી છે.ગુજરાતમાં દરેક સર્વે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. 16.48 લાખ લોકોએ સર્વેમાં મત આપ્યો અને ઈસુદાન ગઢવીને 73 % મત મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *