ગોપાલ ઇટાલિયાનો PM મોદીને પત્ર: જો આ પ્રમાણે થયું તો કોરોનાને માત્ર 7 દિવસમાં હરાવી શકીશું

ગુજરાતમાં કાયદા કથા અને સરકારી નિયમો ની જાણકારી આપીને પ્રખ્યાત થયેલા ગોપાલ ઇટાલીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. જેમાં ચોંકાવનારી માંગ કરી છે. આ માંગની યાદી તમે જોઈને ચોક્કસથી કહી શકશો કે ખેડૂતો, મધ્યમ વર્ગ નાના ધંધાર્થીઓ, સામાન્ય નોકરિયાતો, મજૂરો અને વિદ્યાર્થીઓ સહિત તમામ લોકોને કોરોનાથી થયેલ નુકસાન અને તકલીફ દૂર થઇ જશે.

ભાવનગરના ટીંબી ગામના વતની ગોપાલ ઇટાલીયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખતા જણાવ્યું છે કે, “દેશમાં છેલ્લા ૨૩ દિવસથી lockdown છે અને હજુ 18 દિવસ સુધી સમગ્ર દેશમાં કામ ધંધા, રોજગાર, મજૂરી બંધ રહેવાની છે. આગામી દિવસોમાં સામાન્ય પ્રજાની આર્થિક હાલત કફોડી બનવા ની પૂરેપૂરી સંભાવના છે. તેમજ ભારત સરકારને રૂપિયાની સખત જરૂર પડશે. આ માટે વર્ષોથી ભારત દેશની સેવા કરી રહેલા વખત દેશપ્રેમીઓનિ કુલ સંપત્તિમાંથી અમુક ટકાવારી દાન ફરજિયાત કાપી લઈ, આ દાનની રકમ દેશના ખેડૂતો મધ્યમ વર્ગ નાના ધંધાર્થીઓ, સામાન્ય નોકરિયાતો, મજૂરો અને વિદ્યાર્થીઓ સહિત તમામને આપવામાં આવે તેવી વિનંતી.”

આ પત્રમાં ગોપાલ ઇટાલીયા રાજ્ય અને કેન્દ્ર ના કેબીનેટ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, તાલુકા- જિલ્લા પંચાયતના પ્રમુખો, નગરપાલિકા- મહાનગર પાલિકાના પ્રમુખ અને મેયર, પક્ષપલટો કરનારા નેતાઓ, વિવિધ બોર્ડ નિગમના ચેરમેન, તમામ કલેકટર, ડીડીઓ, એસપી, કમિશનર, ક્લાસ વન અને ટુ તમામ અધિકારીઓ, તમામ સરકારી કોન્ટ્રાક્ટરો, તેમજ મંદિર, મસ્જિદ, ચર્ચ, દેરાસર, ગુરુદ્વારા સહિતની સંસ્થાઓ પાસેથી અમુક ટકા રકમ ફરજિયાત કાપી લેવામાં આવે. જ્યારે ભૂતકાળમાં ઉપર દર્શાવેલ તમામ પદ પર રહેલા હોદ્દેદારો પાસેથી પણ ફરજિયાત રકમ તેમની સંપત્તિમાં થી કાપી લેવામાં આવે તેવી માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *