હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. એવામાં ‘સાથ નિભાના સાથિયા’ (Saath Nibhaana Saathiya)ની ગોપી બહુ એટલે કે દેવોલિના ભટ્ટાચારજી(Devolina Bhattacharjee) આખરે દુલ્હન બની ગઈ છે. હલ્દી અને મહેંદી સેરેમનીની તસવીરો અને વીડિયો શેર કર્યા બાદ અભિનેત્રીએ બ્રાઈડલ ગેટઅપમાં તેની નવી તસવીર શેર કરી છે. દેવોલીનાએ લગ્નની તસવીર શેર કરતા તેને લોકો અભિનંદન આપી રહ્યા છે, જ્યારે કેટલાક તેને ફેક ગણાવી રહ્યા છે.
દેવોલીનાએ ગુપ્ત રીતે લગ્ન કર્યા:
દેવોલિના ભટ્ટાચારીના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર તહેવારનો માહોલ સર્જ્યો છે. દુલ્હન બનેલી દેવોલીનાની તસવીરો દરેક જગ્યાએ શેર કરવામાં આવી રહી છે. દેવોલીનાએ જેની સાથે લગ્ન કર્યા છે તે હેન્ડસમ હંક કોણ છે તે જાણવા દરેક લોકો ઉત્સુક છે.
આ વિશે વાત કરતાં દેવોલિના કહે છે કે, આ વાતને અત્યારે સિક્રેટ રહેવા દો, સમય આવશે ત્યારે કહીશ. એક યા બીજા દિવસે બધાને કહેવું પડે છે. હવે તેને થોડું ખાનગી રહેવા દો. હું અત્યારે આ બધું જાહેર કરવા માંગતી નથી. એટલે કે દેવોલીનાએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તે પોતાના પતિ સાથે કોઈને પણ ઓળખાણ કરાવવાના મૂડમાં નથી.
ગુપ્ત લગ્નનું કારણ શું છે?
દેવોલિના ભટ્ટાચારીના લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. ઘણી વખત લોકોને ગેરસમજ થઈ હતી કે દેવોલિના તેના બેસ્ટ ફ્રેન્ડ વિશાલ સિંહને ડેટ કરી રહી છે. જોકે, બાદમાં બંને સ્ટાર્સે સ્પષ્ટ કર્યું કે તેઓ માત્ર સારા મિત્રો છે. દેવોલીનાના લગ્નમાં પણ વિશાલ સિંહ દરેક જગ્યાએ જોવા મળે છે. અહીં વારંવાર એક જ સવાલ આવે છે કે દેવોલીનાએ ગુપ્ત રીતે લગ્ન કરવા પાછળનું કારણ શું છે.
સવાલ એ પણ છે કે જો તેમને સિક્રેટ વેડિંગ કરવાના હતા તો પછી તેમણે સોશિયલ મીડિયા પર તસવીરો કેમ પોસ્ટ કરી. જો કે, આવા ઘણા પ્રશ્નો છે, જે ચાહકો દેવોલીનાને પૂછવા માંગે છે. હવે જોઈએ કે તે આ બધા સવાલોના જવાબ ક્યારે આપે છે. દેવોલિના ભટ્ટાચારીને તેમની નવી સફર માટે ખૂબ ખૂબ અભિનંદન.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.