સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે.
જયારે હાલ ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના પણ 1200 જેટલા કેસ છે અને જેને લીધે 61 દર્દીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે બ્લેક ફંગસ સામે લડવા માટે મહત્વપૂર્ણ ગણાતી દવાઓ અને ઇંજેક્શનની પણ ભારે અછત જોવા મળી રહી છે.
જયારે સરકાર દ્વારા મ્યુકરમાઇકોસિસને મહામારી તરીકે જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે બીજી બાજુ એલજી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસથી પીડિત દર્દીઓની સારવાર માટે આપવામાં આવતા ઇન્જેકશનની હજુ પણ અછત જોવા મળી રહી છે. હમણાં બે દિવસ પહેલા જ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો માટે સરકાર તરફથી 1200 ઇંજેક્શન ફાળવી દેવામાં આવેલ છે. જે ચાર પાંચ દિવસ માટે ચાલે એમ છે. કારણ કે હવે એલજી હોસ્પિટલમાં પણ મ્યુકરમાઇકોસિસની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. એલજી હોસ્પિટલમાં પણ ૪૫ થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. દાખલ દર્દીઓને દરરોજ અંદાજે ૨૫૦ જેટલા ઇન્જેક્શન પુરા પાડવામાં આવે છે.
સરકારી હોસ્પિટલના ડોકટરોનું માવામાં આવે તો હાલમાં જરુરિયાત મુજબ માત્ર 10 ટકા જ ઇંજેક્શનની ફાળવણી કરવામાં આવી છે. જયારે બીજી બાજુ ખાનગી હોસ્પિટલમાં પણ મ્યુકરમાઇકોસિસના 150 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તેમના પરિવારજનોને પણ ઇંજેક્શન મેળવવા માટે ફાંફાં મારવા પડી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદની એલજી હોસ્પિટલમાં કરમાઇકોસિસના મફોટેરિસીન ઈંજેક્શન નથી મળી રહ્યા. LG હોસ્પિટલમાં એમફોટેરિસીન ઈંજેક્શનના સ્ટોક ન હોવાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.
ગુરુવારના રોજ આરોગ્ય વિભાગ દ્વારા SVP હોસ્પિટલના બદલે હવે LG હોસ્પિટલમાંથી ઇન્જેક્શન મળવા અંગે જાહેરાત કરી દેવામાં આવી હતી. મ્યુકરમાઇકોસિસના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેમના માટે LG અને સોલા સિવિલ હોસ્પિટલમાં ઈંજેક્શન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુન્સીપલ કોર્પોરેશન (AMC) પાસે પણ પૂરતો જથ્થો ન હોવાની વાત ખુદ અમદાવાદ મ્યુન્સીપલ કોર્પોરેશન(AMC)ના આરોગ્ય અધિકારી સ્વીકારી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.