ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં સરકારે 80 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધ તેમજ દિવ્યાંગ મતદાતાઓ માટે પોસ્ટલ બૈલટથી મતદાન કરવાની સુવિધા આપી છે. ચૂંટણી પંચની ભલામણ પર કાનૂન મંત્રાલયે 22 ઓક્ટોબરે આ નિર્ણય લાગુ કરવાની સૂચના જાહેર કરી છે.
80 વર્ષથી વધારે ઉમરના અને દિવ્યાંગ મતદાતાઓને પોસ્ટલ બૈલેટથી મતાધિકારનો ઉપયોગ કરવા માટે ચૂંટણીના સંચાલન નિયમ-1961માં સંશોધન કરીને તેને ‘અનુપસ્થિતિ મતદાતા’ની શ્રેણામાં સામેલ કર્યા છે.
હાલ માત્ર સૈન્ય, અર્ધ સૈનિક દળના જવાનો અને વિદેશોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ તેમજ ચૂંટણીની કામગીરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને જ પોસ્ટલ બૈલેટથી મત આપવાનો અધિકાર છે.
આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, આનો હેતું મોટી ઉંમર તથા અન્ય શારીરિક અક્ષમતાના કારણે મતદાન મથકો સુધી પહોંચવામાં અસમર્થ મતદાતાઓને લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર બનાવવાનો છે.
તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આ સુવિધાથી મતદાનની ટકાવારી વધવાની શક્યતા છે. સરકારે અધિસૂચના જાહેર કરીને ગેરહાજર રહેનારા મતદાતાની પરિભાષામાં સંશોધન કરીને તેમા નિયમો અંતર્ગત એક નૉડલ ઓફિસરની નિમણૂંકની પણ જોગવાઈ કરી છે.
જે આવી શ્રેણીમાં સામેલ થનારા મતદાતાઓની સત્યતા તપાસશે. તેમજ આ સાથે જ આવા મતદાતા હોવાનો દાવો કરનારા લોકો માટે ભરવામાં આવતા આવેદન પત્રની રૂપરેખા પણ તૈયાર કરશે, જેનાથી 80 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદાતાઓ આ શ્રેણીમાં સામેલ થવાનો દાવો કરીને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની માંગ કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.