ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાત સરકારે આ પાક માટે ખરીદીની તારીખો કરી જાહેર

ગુજરાત(Gujarat): રાજ્યના ખેડૂતો માટે મોટા અને મહત્વના સમાચાર(big news for farmers) સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે(Government of Gujarat) મગફળીના પાક(Peanut crop) માટે ખરીદીની તારીખો જાહેર કરી દીધી છે. વિધાનસભા સત્રના પહેલા જ દિવસે ગૃહમાં મોટા મુદ્દાઓ ચર્ચાયા અને પક્ષ-વિપક્ષ વચ્ચે આરોપ-પ્રતિઆરોપ પણ કરતા જોવા મળ્યા હતા. જો કે આ બધામાં આજે કૃષિમંત્રી(Minister of Agriculture)એ ગૃહમાં રાજ્ય સરકારે મગફળીની ખરીદીની જાહેરાત કરી દીધી છે,

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૃહમાં મગફળીની ખરીદીની કરી જાહેરાત:
વિધાનસભાના આજના સત્રમાં ગુજરાત સરકારે મગફળીના પાક ખરીદી માટેની તારીખો જાહેર કરી દીધી હતી. સરકાર તરફથી કૃષિ મંત્રી રાઘવજી પટેલે(Raghav Patel) પાકની ખરીદી અંગે ગૃહમાં જાહેરાત કરી હતી. તેમણે જણાવતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર લાભ પાંચમથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું શરૂ કરી દેશે. સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે 2 વર્ષમાં 7 લાખ 3 હજાર 137 મેટ્રીક ટન મગફળી ખરીદી જે ભારત સરકારની નોડલ એજન્સી નાફેડ દ્વારા ખરીદવામાં આવી છે. વર્ષ 2020-21માં પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 275 રૂપિયામાં ખરીદી જ્યારે 2021-22માં પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 550 રૂપિયામાં ખરીદી હોવાની પણ જાણકારી કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી હતી.

બીજી તરફ અમિત ચાવડાએ મગફળી ખરીદીનો મુદ્દો ઉઠાવ્યો હતો:
અત્રે ઉલ્લેખનીય છે કે, વિપક્ષ તરફથી કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મગફળીનો મુદ્દો આજે ગૃહમાં પહેલા જ દિવસે ઉઠાવ્યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ચાવડાએ જણાવતા કહ્યું હતું કે, 2022 હવે નજીક છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના વાયદા પ્રમાણે ખેડૂતોની આવક બમણી ક્યારે થશે. મગફળીના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, મગફળીની ખરીદીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે જેમાં 4 હજાર કરોડના કૌભાંડના અનેક પુરાવા પણ અમે સરકારને આપી ચૂક્યા છીએ. મગફળી ગોડાઉન સળગાવી દેવામાં આવ્યા છે અને બારદાન બદલીને કૌભાંડ કરવામાં આવ્યા છે તેવા આક્ષેપ અમિત ચાવડાએ ભાજપ પર લગાવ્યા હતાં.

આજે શરૂ થયું વિધાનસભાનું સત્ર:
ગુજરાતમાં આજથી વિધાનસભાનું બે દિવસનું સત્ર શરૂ થઇ ચુક્યું છે. ત્યારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનાં ધારાસભ્યોએ સામસામે આરોપો કરી રહ્યા હતા. આજે ધારાસભામાં અદાણી પોર્ટ પર પકડાયેલા હેરોઇનનો મુદ્દો પણ આ વિધાનસભા સત્રમાં ઉઠ્યો હતો. એક તરફ જ્યાં સરકાર મોટા મોટા દાવાઓ કરી રહી છે કે આ એક મોટું ઓપરેશન છે અને પોલીસના વખાણ કરવા જોઈએ. ત્યાં કોંગ્રેસનાં ધારાસભ્યો સરકારની કામગીરી સામે આ મુદ્દાઓ અંગે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *