ગોંડલ અને રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ- જુઓ વરસાદી દ્રશ્યો

રાજકોટ(ગુજરાત): ધોધમાર વરસાદ(Heavy rain) વીજળીના કડાકા ભડાકા સાથે રાજકોટ(Rajkot)માં વરસી રહ્યો છે. જેને કારણે રસ્તા પર વરસાદી પાણી(Rainwater) ફરી વળ્યાં છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી…

રાજકોટ(ગુજરાત): ધોધમાર વરસાદ(Heavy rain) વીજળીના કડાકા ભડાકા સાથે રાજકોટ(Rajkot)માં વરસી રહ્યો છે. જેને કારણે રસ્તા પર વરસાદી પાણી(Rainwater) ફરી વળ્યાં છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ ગોંડલ પંથક(Gondal diocese)માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા વાહન ચાલકોએ પોતાના વાહનની હેડ લાઇટ શરૂ કરવાની ફરજ પડી રહી હતી. વિરામ પછી વરસાદનું ફરીથી આગમન થવાને કારણે ખેડૂતોના ચહેરા પર ફરી એક વખત ખુશીઓ જોવા મળી છે.

હાલ રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. આ અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ મીડિયાને જણાવ્યું હતું કે, સારો વરસાદ વરસતા આજી, ન્યારી અને ભાદર ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. રાજકોટના જીવાદોરી સમાન આજીડેમમાં 15 માર્ચ, 2022 સુધી ચાલે એટલો 970 MCFT પાણીનો જથ્થો, ન્યારીમાં 30 એપ્રિલ, 2022 સુધી ચાલે એટલો 1250 MCFT કરતા વધુ પાણીનો જથ્થો અને ભાદર ડેમમાં 31 જુલાઈ, 2022 સુધી ચાલે એટલો 6500 MCFT પાણીનો જથ્થો એકત્ર થયો છે.

આજે સવારથી જ રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, રેસકોર્સ રીંગ રોડ, 150 ફૂટ રીંગ રોડ, જામનગર રોડ, બજરંગવાડી, એરપોર્ટ રોડ, ગાંધીગ્રામ સહિતના વિસ્તારના રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

બંગાળની ખાડીથી આગળ વધીને ગુલાબ વાવાઝોડું મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું ગયું છે. તેમજ આગામી 24 કલાકમાં ગુજરાત સુધી પહોંચવાની શક્યતા સેવવામાં આવી રહી છે, જેને લીધે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે 24 કલાકમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. ત્યારબાદ હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને વીજળીના કડાકા સાથે હળવોથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

આ પહેલા ગુરુવારે સાંજે 5.00 કલાક સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 13 મીમી વરસાદ, વેસ્ટ ઝોનમાં 11 મીમી અને ઈસ્ટ ઝોનમાં 20 મીમી વરસાદ ખાબક્યો હતો. જ્યારે વરસાદ શરૂ રહેતા સાંજના 6.00 સુધીમાં અનુક્રમે 6 મીમી, 5 મીમી અને 24 મીમી વરસાદ પડી ગયો હતો. જ્યારે રાત્રે સામાન્ય ઝાપટાં પડ્યા હતા. આ સાથે વિસ્તાર મુજબ સિઝનનો કુલ વરસાદ જોઈએ તો સેન્ટ્રલ ઝોનમાં 1147 મીમી, વેસ્ટ ઝોનમાં 1115 મીમી અને ઈસ્ટ ઝોનમાં 1062 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં આવેલા આજી-3, ન્યારી-2, ફોફળ ડેમ ઓવરફ્લો થતાં આસપાસના 10 ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યું હતું. જેના લીધે છેલ્લા 10 દિવસથી વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. ગ્રામજનોને ગામ બહાર જવા માટે 8 કિલોમીટર ફરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *