સેવાના મહારથી ગોવિંદભાઈ ધોળકીયાએ પોતાના ગ્રામ્યજનોને આપી અનોખી દિવાળી ભેટ, ખુશખુશાલ થયું આખું ગામ

સુરત (Surat)માં ડાયમંડ કીંગ(Diamond King) તરીકે ઓળખતા ગોવિંદ ધોળકીયા (Govind Dholakia)નું નામ તો તમે સાંભળ્યું જ હશે. તેઓ સુરતના દાનવીર ઉદ્યોગપતિ તરીકે પણ ઓળખાય છે. તેઓએ અત્યાર સુધી અનેક સેવાના કાર્યો કર્યા છે. તેઓ હંમેશા સેવાના કામોમાં અગ્રેસર રહ્યા છે. ત્યારે હાલ તેમણે પોતાના મૂળ વતન દુધાળા(Dudhala) ગામના બધા લોકોને દિવાળી (Diwali)ની એક મોટી ભેટ આપી છે. જે હાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

તમને જણાવી દઈએ કે, ગોવિંદભાઈ ધોળકીયા ‘શ્રી રામ ક્રિષ્ણ એક્સપોર્ટ્સ’ નામની હીરા કંપનના માલિક છે. તેઓ હંમેશા સેવાના કામમાં મોખરે જ હોય છે. ત્યારે તેઓએ આ વર્ષે દિવાળી પર પોતાના ગ્રામજનોને એક અનોખી ભેટ આપી છે. જેને લઈને ગોવિંદભાઈ ધોળકીયાની ખુબ જ પ્રશંશા થઈ રહી છે. જાણવા મળ્યું છે કે, તેઓએ અમરેલી જીલ્લામાં આવેલ તેમના દૂધાળા ગામ માટે સોલાર સિસ્ટમ લગાવવાનુ કાર્ય કર્યું છે.

મળતી માહિતી અનુસાર, તેમના આ કાર્યથી ગામના અંદાજિત 850 પરિવાર હવે સૌર ઉર્જાથી ઉત્પન્ન થયેલી વિજળીનો ઉપયોગ કરતા થશે. આ સમગ્ર પ્રોજેક્ટનો બધો જ ખર્ચ પોતે ગોવિંદભાઈ અને તેમની કંપની દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આ સોલાર સિસ્ટમનું કાર્ય પૂર્ણ થતા જ દેશનું એકમાત્ર એવું ગામ બની જશે જે વીજળી બાબતે સંપૂર્ણપણે આત્મનિર્ભર હશે.

ગોવિંદભાઈ ધોળકીયાના આ અનોખા કાર્યને કારણે ગામમાં સરકારની કોઈ પણ પ્રકારની સબસિડી વિના વીજળી ઉત્પન્ન થઈ શકશે. સુત્રો મુજબ જોવામાં આવે તો આ પ્રોજેક્ટ માટે તેમણે અંદાજીત 2 કરોડ કરતા વધારે ખર્ચ કર્યો છે. તેમજ સોલાર સિસ્ટમ ગામમાં રહેલ બધી જ ઈમારતો પર એટલે કે 300 સ્થળોએ ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે, જેની વિજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા 276.5KW છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *