સુરત(Surat): આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં અવારનવાર અનાજ(Grain scandal) સગેવગે કરવાના કિસ્સાઓ સામે આવતા રહે છે અને ગરીબોના અનાજનો કાળો બજાર(Black market of grain) કરવામાં આવે છે અને ગરીબ લોકોનું અનાજ અન્ય જગ્યાએ જ સગેવગે કરી દેવામાં આવે છે. કાળાબજારીઓ ગરીબોનું સસ્તું અનાજ બહાર વેચી દે છે. ત્યારે આવી જ એક ઘટના સુરત શહેરથી સામે આવી છે.
7 ઓક્ટોમ્બર ની રાત્રે પુણાગામ(Punagam) વિસ્તારની સોસાયટીઓના લોકો ગરબા રમવામાં વ્યસ્ત હતા ત્યારે પુણાગામ વિસ્તાર ના પ્રિયંકા પેલેસ માં સસ્તા અનાજની દુકાન માં ગેરરીતિ થઈ રહી હતી. ત્યાં હાજર યુવાનો આ દુકાનની હલચલમાં કઈક ખોટું થતું હોવાની શંકા ઉદભવતા એક યુવાન એ અંદર જઈને વિડિઓ ઉતારી અને પૂછ પરછ કરતા દુકાનને લોક મારી ને ટેમ્પો લઈને દુકાનદાર ભાગી ચુક્યો હતો અને થોડીક જ મિનિટોમાં ત્યાં રોડ પર 100 જેટલા લોકો એકઠા થઇ ગયા હતા.
દુકાનદાર અને ટેમ્પા વાળા લોકો નાસી છૂટતા એકઠા થયેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ લોકોએ પોતાના વિસ્તારના કોર્પોરેટર પાયલબેન પટેલ(Payal Patel)નો સંપર્ક કર્યો અને ઘટના સ્થળે આવવા માટે કહ્યું હતું અને સમગ્ર ઘટના અંગે વાત કરી હતી. ઘટના સ્થળે થી રાત્રે મામલતદારનો સંપર્ક સાધવા માટે કોર્પોરેટર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ પણ પ્રકારે મામલતદાર દ્વારા સંપર્ક થઈ શક્યો ન હતો.
ત્યાર બાદ બીજા દિવસે એટલે 8 તારીખે સ્થાનિક લોકો તેમજ કોર્પોરેટર પાયલ પટેલ તેમજ આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા ફરી થી મામલતદાર નો સંપર્ક કરવા પ્રયાસો કર્યા હતા પરંતુ તેમનો ફોન બંધ આવતા તમામ લોકો એ વરાછા પુરવઠા વિભાગની ઝોન ઓફિસ માં જવાની ફરજ પડી હતી અને ત્યાર બાદ મામલતદારે તમામની સાથે દુકાને તપાસ કરવા માટે આવવાની ફરજ પડી હતી.
મામલતદાર દ્વારા તપાસ કરતા ગેરરીતિ થતી હોવાનું માલુમ પડ્યું હતું અને દુકાન માં વધારાનું અનાજ મળી આવ્યું હતું. ત્યારે બાદ મામલતદાર દ્વારા દુકાનનું લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે સવાલ એ ઉઠે છે કે આ ખુલ્લે આમ ચાલતી અનાજ ચોરી માટે જવાબદાર કોણ? અનાજ માફીઆઓ આટલા બેફામ કોની રહેમ નજર હેઠળ? શું આવી જ રીતે ગરીબ લોકોના અનાજની કાળાબજારી કરવામાં આવશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.