રાજ્યમાં હત્યાઓ દિવસેને દિવસે વધી રહી છે. આજે અમદાવાદમાં માતા અને પુત્રએ સાથે મળીને દાદાનું કાસળ કાઢી નાખ્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના રખિયાલના મોનોગ્રામ મિલની ચાલીમાં આ ઘટના બની છે. જેમાં એક 15 વર્ષના સગા પૌત્રએ દાદાની છરાના ઘા મારીને કમકમાટીભર્યું મોત નિપજાવ્યું છે.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ઘરમાં ફ્રિઝને લઇને વહુ સાથે સામાન્ય બોલાચાલી બાદ પૌત્ર ઉશ્કેરાઇ ગયો હતો અને તેને ગુસ્સામાં આવીને દાદાની હત્યા કરી હતી. આ ઘટના બાદ રખિયાલ પોલીસે માતા અને પુત્રની ધરપકડ કરી છે.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, રખિયાલ વિસ્તારમાં આવેલી મોનોગ્રામની ચાલીમાં હરિકેશ (ઉ.વ.63) તેમના ચાર પુત્રના પરિવાર સાથે રહેતા હતા. મોટો પુત્ર સંજય હાલમાં પાસા હેઠળ જેલમાં છે. તેની પત્ની અને પુત્ર અલગ રહે છે. ગઈકાલે રાતે હરિકેશ અને ઘરના અન્ય સભ્ય હાજર હતા ત્યારે 15 વર્ષનો પૌત્ર તેની માતા સાથે ઘરે આવ્યો હતો, ત્યારે ફ્રિઝને લઇને સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બની ગયો હતો.
આ ઘટનામાં માતા અને પુત્રે ભેગા મળી આવેશમાં આવી મારા મારી કરી હતી. પૌત્રએ હરિકેશને છરીના ઘા મારી દીધા હતા, ત્યારબાદ હરિકેશનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ રખિયાલ પોલીસઘટનાસ્થળે પહોંચી હતી. માતા-પુત્રએ પોલીસ સમક્ષ હાજર થઈ જતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.