ગુજરાત રાજ્યમાં સરકારી ખાનગી શાળાઓ એટલે કે ગ્રાન્ટ મેળવતી સ્કૂલોનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે. ઓછા બાળકોનાં કારણો આપીને આ શાળા ખાનગી એકમને ચલાવવા માટે આપી દેવામાં આવી રહી છે કા તો બંધ કરવામાં આવે છે, જેની સામે ખાનગી શાળાને મંજૂરી આપવાની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 123 સરકારી શાળા બંધ કરવામાં આવી છે કા તો બીજી શાળામાં મર્જ કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગનાં સૂત્રો દ્વારા જણાવવામાં હતું કે, સરકારી શાળાઓમાં મુખ્ય સમસ્યા બાળકોની છે. જે શાળામાં નિયત સમયથી બાળકો ઓછાં હોય છે તે શાળાને બંધ કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ત્રણ વર્ષમાં 1157 પ્રાથમિક શાળાને માન્યતા આપવામાં આવી છે, એનો મતલબ એ છે કે, સરકારી શાળાનાં ભોગે ખાનગી શાળાને વધારે માન્યતા આપે છે.
સરકારી શાળાને માન્યતા આપવાનો આંક ઘણો મોટો છે પણ તેની સાથે રાજ્ય સરકાર દ્વારા 2816 ખાનગી શાળાને વર્ગવધારાની પણ મંજૂરી આપવામાં આવી છે. આંક તો માધ્યમિક શાળાનાં પણ એવાં જ છે. સરકાર નવી માધ્યમિક શાળા ચાલુ કરતી નથી, પણ જે હાલમાં છે તેને બાળકોની ઓછી હાજરીનાં લીધે બંધ કરી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા 3 વર્ષમાં 246 ખાનગી માધ્યમિક શાળાને માન્યતા આપવામાં આવી છે, જ્યારે 569 શાળાને વર્ગ વધારવાની માટેની મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકાર એક બાજુ નવી શિક્ષણ નીતિ લાવે છે ત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી શાળાની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગુજરાત રાજ્યની 5223 પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાને મર્જ કરવામાં આવી રહી છે જેમાં 5172 તો ખાલી પ્રાથમિક શાળા છે. ગુજરાત રાજ્યમાં અત્યારે પ્રાથમિક શિક્ષણ પુરૂં પાડતી શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા 45055 છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં લગભગ 86.75 લાખ બાળકો અભ્યાસ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle