હાહાકાર: બ્લેક ફંગસ, વ્હાઈટ ફંગસ અને યલો ફંગસ બાદ આવી ગ્રીન ફંગસ, અહિયાં નોંધાયો પ્રથમ કેસ

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે બ્લેક ફંગસ, વ્હાઈટ ફંગસ અને યેલ્લો ફંગસ બાદ ગ્રીન ફંગસ લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.

મધ્યપ્રદેશના ઈંદોરમાં ગ્રીન ફંગસનો પ્રથમ કેસ નોંધાતા લોકોમાં હાહાકાર મચી ગયો છે. મધ્યપ્રદેશના ઈંદોરના માણેક બાગ રહેતા વિશાલ શ્રીધરને થોડા દિવસો પહેલા કોરોનાની સારવાર કર્યા બાદ સાજા થયા બાદ ઘરે આવ્યો હતો. પરંતુ કોરોનાના લક્ષણો ફરીથી જોવા મળ્યા તે માટે તેમને ફરીવાર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની સારવાર દરમિયાન સાઈનસ અને ફેફસામાં એસ્પરગિલસ ફંગસ મળી આવી હતી. જેમની ઓળખ ગ્રીન ફંગસના રૂપે થઇ છે.

ડોકટરોના જણાવ્યા અનુસાર, અંદાજે દોઢ મહિના પહેલા સારવાર હેથ્લા દાખલ કરવામાં આવેલ દર્દીના જમણા ફેફસામાં રસી ભરાઈ ચુકી હતી. ડોકટરો દ્વારા રસી કાઢવાના ખુબ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ તે સફળ રહ્યા નહોતા. દર્દીની સારવાર દરમિયાન તેમાં જુદા જુદા લક્ષણો નજરે પડ્યા હતા અને દર્દીનો તાવ પણ 103 ડીગ્રી નોંધાયો હતો.

તબીબોના જણાવ્યા મુજબ, એસ્પરગિલસને સામાન્ય ભાષામાં ગ્રીન ફંગસ અને યલો ફંગસ કહેવામાં આવે છે. આ ફંગસ ક્યારેક બ્રાઉન ફંગસના રૂપમાં પણ મળી આવે છે. હાલમાં તબીબોનું માનવું છે કે, ગ્રીન ફંગસનો આ પ્રથમ કેસ નોંધાયો છે. જેની હાલમાં તપાસ થઇ રહી છે. આ ગ્રીન ફંગસ ફેફસામાં ખુબ જ ઝડપથી સંક્રમણ ફેલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *