જાણો એવું તો શું થયું કે, લગ્નના દિવસે જ યુવકની ઉપડી અર્થી, સમગ્ર ઘટના જાણીને આંસુ નહિ રોકી શકો

મધ્યપ્રદેશ(Madhya Pradesh Accident)ના ભીંડ જિલ્લામાં લગ્નના દિવસે ખુશીના માહોલ વચ્ચે ઘરે શોક વ્યાપી ગયો હતો. જ્યાં કન્યા અને વરરાજાના હાથમાં મહેંદીનો રંગ હજુ ગયો નથી કે, માર્ગ અકસ્માતમાં વરરાજાનું મોત નીપજ્યું હતું. વિદાય માટે શણગારેલી કાર લેવા માટે ગયેલ વરરાજાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. કિનોથા ગામ નજીક પોરસા હાઇવે પર મંગળવારે બપોરે આ ઘટના બની હતી. જ્યારે વરરાજાના પરિવારજનોને આ અંગેની જાણ થતાં ત્યાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો.

ભિંડની(Madhya Pradesh Accident) ક્રિષ્ના કોલોનીમાં રહેતા સોનુ વાલ્મીકીના લગ્ન મુરેના જિલ્લાના પોરસાના કન્નથ ગામ સાથે થયા હતા. ઘરેથી સોમવારની સવારે કન્નનોથ જાન લઇ ગઈ હતી, લગ્ન પણ તમામ ધાર્મિક વિધિઓ સાથે સંપન્ન થઈ હતી. પરંતુ વિદાય પહેલા જ સોનુ તેની કાકીનો પુત્ર અરુણ (20), અર્જુન (22), મનીષ (18), અભિષેક (5), રાજા (26) દુલ્હનને વળાવવા માટે શણગારેલી કાર લેવા માટે ગયા હતા.

ગાડી ડ્રાઈવર વીરેન્દ્ર રહેવાસી હાઉસિંગ બોર્ડ કોલોની ચલાવતો હતો. આ લોકો હાઈવે ઉપર ગામની બહાર આવ્યા હતા કે, સામેથી હાઈસ્પીડ કારને ઓવરટેક કરવાને કારણે સોનુની કાર ઇલેક્ટ્રિક થાંભલા સાથે બેકાબૂ થઈને અથડાઇ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, કાર બે ભાગમાં વેંચાઈ ગઈ હતી. જેના કારણે કારમાં સવાર તમામ લોકો ઘાયલ થયા હતા.

આ અકસ્માત દરમિયાન, રસ્તા ઉપર પસાર થતા લોકોને તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. જે પછી, પોલીસ સ્થળ પર પહોંચી અને બધાને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા. પરંતુ તેની હાલત નાજુક હોવાથી સોનુને ગ્વાલિયર રિફર કરાયો હતો. પરંતુ તે રસ્તામાં જ મૃત્યુ પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *