GSEB 12th commerce result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ (Class 12 Commerce Result Exam)ની પરીક્ષાનું આજે પરિણામ (GSEB 12th commerce result) જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ આવ્યું છે, ગયા વર્ષ કરતાં 13.64 ટકા ઓછું પરિણામ નોંધાઈ છે. ગયા વર્ષે 86.91 % રિઝલ્ટ (GSEB 12th Result Declared) હતું. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 7-30એ વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. તેમજ વોટ્સએપ નંબર 6357300971 પર વિદ્યાર્થી સીટ નંબર મોકલી પોતાનું પરિણામ મેળવી શકશે.
આ સૌથી વધુ તો આ જીલ્લાનું સૌથી ઓછું પરિણામ:
જો વાત કરવામાં આવે તો સૌથી વધુ પરિણામનો જિલ્લો કચ્છ- 84.59 ટકા, સૌથી ઓછા પરિણામનો જિલ્લો દાહોદ 54.67 ટકા, સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર વાગધ્રા- 95.85, સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારીયા- 36.28, 311 સ્કૂલોનું 100 ટકા પરિણામ, વિદ્યાર્થીઓનું પરિણામ- 67.03 ટકા, વિદ્યાર્થિનીઓનું પરિણામ- 80.39 ટકા, વિદ્યાર્થિનીઓનું પરિણામ 13.36 ટકા વધુ, 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા- 44, દિવ્યાંગ ઉમેદવારની સંખ્યા- 3097, 20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર દિવ્યાંગોની સંખ્યા- 638 અને ખાનગી નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી- 33.86 ટકા નોંધાઈ છે.
વોટ્સએપ નંબરથી પણ વિધાર્થીઓ જાણી શકશે પરિણામ:
મહત્વનું છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. વિધાર્થીઓ 6357300971 વોટ્સએપ નંબર પરથી પરિણામ મેળવી શકશે. મહત્વનું છે કે, આ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ સતાવાર વેબસાઈટ www.gseb.org પર સવારે 8:00 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્રક અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.
SMSથી પણ વિધાર્થીઓ જાણી શકશે પરિણામ:
જો વાત કરવામાં આવે તો આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ HSC<space>રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. ત્યારબાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામ મેળવી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.