રેઢીયાર આયોજનને લીધે સવર્ણો સરકારી સ્કીમનો લાભ લેવા જતા જ નથી!!! થયો ચોંકાવનારો ખુલાસો…

સવર્ણોને ને રીઝવવા રૂપાણી સરકારે અફડાંતફડીમાં જાહેર કરેલા ગુજરાતના બિન અનામત વર્ગોના શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ-GUEEDC નો ફાયદો આમ જાણતા સુધી હાલની તારીખે પણ પહોંચ્યો નથી. ભાજપ સરકારે સવર્ણો માટે આ નિગમ દ્વારા અમલમાં મુકાયેલ આઠ યોજનાના કોઈ લેવાલ નથી. રૂ. 500 કરોડના બજેટ સામે સહાય માટે માત્ર 433 સવર્ણ યુવાનોની જ અરજી મળ્યાનું નિગમે સ્વીકાર્યું છે. એટલું જ નહી તેમાંથી 146 અરજીઓ મંજૂર કરી 6 મહિનાને અંતે રૂ. 2,74,95,000ની ચૂકવણી પ્રક્રિયા શરૂ થઈ છે. 433 અરજીઓમાંથી માત્ર 146 જ હજુ સુધી મંજુર થઇ છે બાકીની અરજીઓ પેન્ડિગ કે પછી ના મંજુર થઇ રહી છે.

આ સ્કીમનો લાભ લેવાની પ્રક્રિયા અત્યંત જટિલ છે જેની સામે પ્રાઇવેટ કે સરકારી બેંકો તેનાથી સારી અને ઝડપી પ્રક્રિયાથી લોન કરી આપે છે. જેનાથી સ્પષ્ટ છે કે સરકાર કોઈક ને કોઈક કારણોસર ઉણી ઉતરી છે.

સરકારે સપ્ટેમ્બર 2017માં બિન અનામત વર્ગોના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે રૂપિયા 500 કરોડના બજેટ સાથે ઉપરોક્ત નિગમની સ્થાના કરી હતી. સરકારે રૂપિયા 100 કરોડનું ફંડ તત્કાળ ફાળી પહેલા વર્ષે બિન અમામત જ્ઞાતિઓના 25000 યુવાનોને 8 વિવધ યોજનાઓ થકી આર્થિક સહાય પુરી પડાવા જોરશોરથી જાહેરાતો કરી હતી. ફૂલ ફ્લેજ્ડ વહિવટી સ્ટાફ સાથે કાર્યરત નિગમને આઠમાંથી સાત યોજનાઓમાં 433 અરજી મળી છે. જેમાંથી આવક અને શૈક્ષણિક લાયકાતો બહારના 109 ઉમેદવારોની અરજીઓ રદ્દ કરી દેવાઈ છે જ્યારે 178 અરજીઓ પેન્ડીંગ છે. નિગમના વહિવટી મંડળની બેઠકમાં 146 ઉમેદવારો માટે રૂપિયા 7,25,70,000ની સહાય મંજૂર કરવામાં આવી છે પરંતુ ચૂકવણી માટે માત્ર રૂ. 2.74 કરોડ જ મંજૂર કરવામા આવ્યા છે. જે પરથી સ્પષ્ટ છે કે સરકાર હજુ પણ માત્ર જાહેરાત કરીને જુઠ્ઠાણું જ ફેલાવી રહી છે.

આ યોજનાના લાભાર્થીઓને ધક્કાઓ ખવડાવીને થકવીને લાભ મેળવવાથી વંચિત રખાઈ રહ્યા છે તેવા આક્ષેપો પણ અમુક લાભાર્થીઓ કરી રહ્યા છે.

Facebook Comments