સારા અલી ખાનના આ નાનકડા બેગની કિંમત જાણી આંખે અંધારા આવી જશે

બોલીવુડ ફિલ્મ જગતમાં સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન ખુબ જ જાણીતી બની છે. અવારનવાર તે ચર્ચામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ સારા અલી ખાન પોતાની સાથે રાખતી નાની એવી બેગને લઈ ચર્ચામાં આવી છે. અભિનેત્રી સારા અલી ખાનની ભાઈ ઈબ્રાહીમ સાથે ખૂબ જ સારી બોન્ડિંગ રહેલી છે.

તેઓ બંને ઘણીવાર સાથે ફરવા માટે જતાં હોય છે તેમજ મસ્તી કરતા પણ જોવા મળતા હોય છે. બંને એકબીજાની તસ્વીરો પણ શેર કરતા રહેતાં હોય છે ત્યારે હાલમાં સારા તથા ઈબ્રાહીમ એમ બંને એક સાથે ડીનર કરવા માટે પહોંચ્યા હતા.

આ સમયે સારા અલી ખાને Gucci નું Dionysus Leather Super Mini બેગ પસંદ કર્યું હતું કે, જે રેડ કલરનું છે. આ મીની બેગ જોવામાં જેટલું નાનું છે કિંમત એટલી વધારે છે. Gucci ની વેબસાઈટ પર આ મિની બેગની કિંમત 860 ડોલર જણાવવામાં આવી છે.

ભારતીય ચલણ પ્રમાણે આ બેગની કિંમત અંદાજે 62,879 રહેલી છે. આ ડીનર વખતે ઇબ્રાહમ કેજ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. આ તસ્વીર એક બીજા કારણથી ચર્ચામાં આવી છે. આ બંનેએ રેસ્ટોરન્ટથી ડીનર પછી બહાર નીકળ્યા ત્યારે ત્યાં તેમની એક ઝલક જોવા માટે ખુબ ભીડ એકત્ર થઈ ગઈ હતી.

સંજોગો પ્રમાણે ભીડથી સારા અલી ખાન માટે નીકળવું અઘરું બની ગયું હતું. ત્યારપછી શું હતું, ઈબ્રાહીમે તેમનો હાથ પકડીને ભીડને હટાવી ગાડી સુધી લઇ ગયા હતા. આ તેમના માટે આસાન ન હતું. સારા તથા ઈબ્રાહીમની આ બોન્ડીંગ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

ઈબ્રાહીમની પ્રોટેક્ટીવ ઈમેજની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે તેમજ પ્રશંસા પણ થઈ રહી છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સારા અલી ખાન હાલમાં જ વરુણ ધવનની સાથે ફિલ્મ કુલી નંબર વનમાં જોવા મળી હતી. આ ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રીલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ચાહકોને ખાસ પસંદ આવી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *