ગુજરાત આમ આદમી પાર્ટીએ અંબાલાલ પટેલને આપી વિધાનસભા ટીકીટ, જાણો ક્યાંથી લડશે

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 5 યાદીઓ જાહેર કરી છે. જેમાં 29 ઉમેદવારની જાહેરાત કરવામાં આવ્યાં છે. આજે વધુ 12 ઉમેદવારોના નામ ‘AAP’ નેતા ગોપાલ ઈટાલિયાએ જાહેર કર્યા. ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી. આપના વધુ 20 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓના આંટાફેરા સતત વધી ગયા છે. આજરોજ આમ આદમી પાર્ટી પોતાના વધુ 20 મજબૂત ઉમેદવારોની ઘોષણા કરી રહી છે. આમ આદમી પાર્ટીના વધુ 20 ઉમેદવારોના નામ નીચે મુજબ છે.

AAP દ્વારા આજે 6 મી વિધાનસભા ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે. રાપર વિધાનસભાથી અંબાલાલ પટેલ, વડગામ વિધાનસભાથી દલપત ભાટિયા,  મહેસાણા વિધાનસભાથી ભગત પટેલ, વિજાપુર સીટથી ચિરાગભાઈ પટેલ, ભિલોડા સીટ પરથી રૂપસિંહ ભગોડા, બાયડ વિધાનસભા પરથી ચુનીલાલ પટેલ, પ્રાંતિજ વિધાનસભાથી અલ્પેશ પટેલ, ઘાટલોડિયા વિધાનસભા પરથી વિજય પટેલ, જુનાગઢમાં થી ચેતન ગજેરાને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.

વિસાવદર વિધાનસભાથી ભુપત ભયાણી, બોરસદ વિધાનસભા પરથી મનીષ પટેલ, અંકલાવ વિધાનસભાથી ગજેન્દ્રસિંહ, ઉમરેઠ વિધાનસભાથી અમરીશભાઈ પટેલ, કપડવંજ વિધાનસભાથી મનુભાઈ પટેલ, સંતરામપુર વિધાનસભાથી પર્વત વાઘોડિયા ફૌજીને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.

આ ઉપરાંત, દાહોદ વિધાનસભા પરથી પ્રો.દિનેશ મુનિયા, માંજલપુર વિધાનસભાથી વિરલ પંચાલ, સુરત ઉત્તર વિધાનસભા સીટ પરથી મહેન્દ્ર નાવડીયા, ડાંગ વિધાનસભાથી એડવોકેટ સુનીલ ગામીત, વલસાડ વિધાનસભાથી રાજુ મરચાને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *