વિડીયો/ ગુજરાતની ધરતી પર પથરાઈ વાદળની ચાદર- જ્યાં જુઓ ત્યાં છવાયો ગાઢ ધુમ્મસ

ગુજરાત(Gujarat): સાઇક્લોનિક સર્ક્યુલેશન(Cyclonic circulation)ની અસરને કારણે શનિવાર અને રવિવારે એમ સતત બે દિવસ રાજ્યભરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે સોમવારના રોજ રાજ્યભરમાં ધુમ્મસ જોવા મળી રહ્યો છે. અમદાવાદ(Ahmedabad) શહેરના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ(Rain) ખાબક્યો હતો. તો ઘુમ્મસને કારણે રાજ્યમાં કાશ્મીર જેવું વાતાવરણ જોવા મળ્યું છે. સવારથી જ અમદાવાદ શહેરનું વાતાવરણ ચારેય બાજુ ધુમ્મસ(Fog) ભર્યું જોવા મળ્યું હતું. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી બે દિવસ રાજ્યમાં ઠેર-ઠેર વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી જવા પામી હતી. એને લઈને 50 ફૂટ દૂર સુધી પણ સરખું જોઈ શકાતું ન હતું. જેને કારણે વાહનચાલકોને ફરજિયાતપણે વાહનોની હેડલાઈટ ચાલુ રાખવી પડી હતી. જ્યારે રાજ્યમાં છવાયેલા ગાઢ ધુમ્મસની અસર હાઈવે પર વધારે પ્રમાણમાં જોવા મળે છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અને NH 48 પર ધુમ્મસ વધારે હોવાને કારણે વાહનચાલકોએ સાવધાનીપૂર્વક વાહન ચલાવવા માટે હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ચાલકોને વિનંતી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારના રોજ બપોર પછી સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર દૂર થતાં વાદળાં વિખેરાઈ જશે. આ સાથે લઘુતમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રવિવારના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 27.5 ડીગ્રી રહ્યું હતું, જ્યારે લઘુતમ તાપમાન 4.5 ડીગ્રી વધીને 17.4 નોંધાયું હતું. જોકે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 77 % અને સાંજે 64 % જોવા મળ્યું હતું.

સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રવિવારના રોજ અમદાવાદના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે આકાશ વાદળોથી ઘેરાવાની સાથે પવનની ગતમાં પણ ઘટાડો થયો હતો, જેને લીધે વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધવા પામ્યું હતું. જોકે બપોર બાદ પવનની ગતિમાં પણ વધારો થયો હતો, પણ વાદળોનું પ્રમાણ યથાવત્ રહેતાં વાતાવરણ રહેલા ધૂળના રજકણો ઉપર જવાને બદલે જમીન બાજુ આવતાં વાતાવરણ ધૂળિયું બનવા પામ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *