ગુજરાત કોંગ્રેસના પ્રભારી તથા સાંસદ રાજીવ સાતવની તબિયત ગઈકાલે ફરી લથડી હતી. જેને લઈ તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ અંગે ટ્વીટ કર્યુ છે. રાજીવ સાતવના નિધનના પગલે શોકનો માહોલ છવાઈ ગયો છે.
એપ્રિલમાં કોવિડ -19 ટેસ્ટ પોઝીટીવ આવનાર ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવ પૂણેની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતા. જ્યાં સારવાર દરમિયાન રવિવારે તેમનું નિધન થયું હતું. સાતવને એક નવા વાયરલ ઇન્ફેક્શનનું નિદાન થયું હતું અને તેની હાલત ગંભીર હતી.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘નિશબ્દ! આજે એક એવો સાથી ગુમાવ્યો જેણે સાર્વજનિક જીવનનું પહેલું પગલું યુવા કોંગ્રેસમાં મારી સાથે રાખ્યું હતું અને આજ સુધી સાથે ચાલ્યા પણ આજે… રાજીવ સાતવની સાદગી, નિષ્કપટ સ્મિત, જમીન સાથેનો નાતો, નેૃત્વ અને પાર્ટી પ્રત્યેની નિષ્ઠા તથા મિત્રતા હંમેશા યાદ આવશે. અલવિદા મારા મિત્ર! જ્યાં રહે, ચમકતો રહે!’
निशब्द !
आज एक ऐसा साथी खो दिया जिसने सार्वजनिक जीवन का पहला कदम युवा कांग्रेस में मेरे साथ रखा और आज तक साथ चले पर आज…
राजीव सातव की सादगी, बेबाक़ मुस्कराहट, ज़मीनी जुड़ाव, नेत्रत्व और पार्टी से निष्ठा और दोस्ती सदा याद आयेंगी।
अलविदा मेरे दोस्त !
जहाँ रहो, चमकते रहो !!! pic.twitter.com/5N94NggcHu
— Randeep Singh Surjewala (@rssurjewala) May 16, 2021
રાજીવ સાતવના નિધનના પગલે શોકનો માહોલ છવાઈ ગયો છે. થોડા દિવસ પહેલા પણ તેમની તબિયત બગડતાં વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા અને સ્વાસ્થ્ય સુધરતાં વેન્ટિલેટર હટાવાયું હતું.
અત્રે ઉલેખનીય છે કે, 23 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 25 એપ્રિલ સુધી તેમની સ્થિતિ બરાબર હતી. જે બાદ થોડા કોમ્પલિકેશનના કારણે તેમણે આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જે બાદ તબિયત સ્થિર થતાં વેન્ટિલેટર હટાવાયું હતું.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને દિગ્ગજ નેતા રાજીવ સાતવનું 46 વર્ષની ઉંમરે અવસાન થયું છે અને તેમના અવસાનથી ગુજરાત કોંગ્રેસને મોટી ખોટ પડી છે. તેમણે તાજેતરમાં જ કોરોનાને હરાવ્યો હતો પરંતુ ત્યાર બાદ તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ કથળી ગયું હતું અને છેલ્લે તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.